________________
योगसारः ५/९ कर्कशा प्राञ्जला स्फुटा विदग्धा चर्विताक्षरा भाषा न वक्तव्या
४६७
भाषा, कर्कशा - परुषा, अप्राञ्जला मायायुक्ता, अस्फुटा - अस्पष्टा, अत्यर्थम् अतिशयेन, विदग्धा - नैपुण्ययुक्ता, चर्विताक्षरा - चर्वितानि - पुनरुक्तान्यक्षराणिमातृकापदानि यस्या इति चर्विताक्षरा पुनरुक्तिदोषदुष्टा, भवति - विद्यते ।
-
-
बाह्यदृष्ट्या मृद्वी समतायुक्ता च भासमानाऽपि वाणी कदाचित् कर्कशा भवेत् । सा मर्माणि विध्यति । सा कटाक्षैर्भाषिता स्यात् । तया परोऽतीव दूयेत । सा मायायुक्ता स्यात् । सा परं तोषयितुं भाषिता स्यात् । अन्तर्वृत्त्या तु तया स्वार्थसिद्धिरभिप्रेता स्यात् । तया परस्य हानिर्भवेत् । साऽस्पष्टा स्यात् । परस्तां नाऽवबुध्येत । ततो भाषकस्य पुनरुच्चारणक्लेशः स्यात् । कदाचित्तामबुद्ध्वा श्रोतोद्विजेत् । कदाचित् श्रोता तया विपरीतार्थमवगच्छेत् । ततः स विपरीतमनुतिष्ठेत् । तेन तस्य परस्योभयस्य वा हानिः स्यात् । साऽतिनैपुण्येन भाषिता स्यात् । परो मन्दप्रज्ञः स्यात् । ततः स तस्या अर्थं न बुध्येत । ततः सा निष्फला भवेत्। कदाचिद्वक्ता स्वस्य पाण्डित्यस्य प्रदर्शनार्थमतिविदग्धां वाणीं भाषेत । तया श्रोता तं विद्वांसं मन्येत । ततो वक्तुरुत्कर्षः स्यात् । कदाचिद् वाणी पुनरुक्ता स्यात् । तत: पुनः पुनः श्रवणेन श्रोता खिद्येत । ततो वक्तुर्वचनायासो निरर्थकः स्यात् । इत्थं कोमला शान्ता च वाण्यपि परुषा मायायुक्ताऽस्पष्टाऽतिपाण्डित्ययुक्ता
1
પદ્મીયાવૃત્તિનો ભાવાનુવાદ - બાહ્યદૃષ્ટિથી કોમળ અને સમતાવાળી લાગતી પણ વાણી ક્યારેક કર્કશ હોઈ શકે છે. તે મર્મોને વિંધે છે. તે કટાક્ષપૂર્વક બોલાઈ હોય. તેનાથી સામી વ્યક્તિ બહુ દુભાય. તે માયાવાળી હોય. તે બીજાને ખુશ કરવા માટે બોલાઈ હોય. અંદરથી તો તેનાથી સ્વાર્થ સાધવાની ભાવના હોય. તેનાથી બીજાને નુકસાન થાય. તે અસ્પષ્ટ હોય. તે સામી વ્યક્તિ સમજી ન શકે તેવી હોય. તેથી બોલનારાને ફરી બોલવાનો ક્લેશ થાય. કદાચ સમજણ ન પડવાથી સાંભળનાર તેનાથી કંટાળી જાય. કદાચ સાંભળનાર તેનાથી ઊંધું સમજે. તેથી તે ઊંધું કરે. તેનાથી તેને કે બીજાને નુકસાન થાય. તે બહુ હોંશિયારીપૂર્વક બોલાઈ હોય. સામી વ્યક્તિ મંદબુદ્ધિવાળી હોય. તેથી તે તેના અર્થને સમજે નહીં. તેથી તે નિષ્ફળ જાય. કદાચ બોલનાર પોતાની પંડિતાઈ બતાવવા બહુ હોંશિયારી ભરેલી વાણી બોલે. તેથી સાંભળનાર તેને વિદ્વાન માને. તેથી બોલનારને અભિમાન આવે. કદાચ વાણી પુનરુક્તિવાળી હોય. તેથી વારંવાર સાંભળવાથી સાંભળનાર કંટાળી જાય. તેથી બોલનારની બોલવાની મહેનત નકામી જાય. આમ કોમળ અને શાંત વાણી પણ કર્કશ, માયાવાળી, અસ્પષ્ટ, અતિશય પંડિતાઈ ભરેલી અને