________________
योगसारः ४/३६ सात्त्विक एव मोहसैन्यस्य सम्मुखं स्थातुं शक्नोति ४१३ नोकषायमोहनीयञ्च । कषायमोहनीयस्य षोडश भटाः । नोकषायमोहनीयस्य नव भटाः । ते सर्वे पूर्वमुक्ताः । इदं मोहसैन्यमन्तरङ्गम् । तद्बहिर्न दृश्यते । तेन सकलमपि जगत् स्ववशीकृतम् । कश्चिदपि जीवस्तच्छासनं नोल्लङ्घयति । तदतिदुर्जेयम् । व कोऽपि तेन सह योद्धुं शक्नोति । आस्तां युद्धं तस्य पुरः कश्चित् स्थातुमपि न शक्नोति । शत्रुभूतमपि तज्जीवा मित्रत्वेनैव मन्यन्ते । एकः सात्त्विक एव तद्यथावस्थितेन शत्रुरूपेण जानाति । ततः स एकोऽपि तस्य जयार्थं बद्धकक्षो भवति । स तेन सह भैरवं युद्धं करोति । कदाचिद् युद्धे मोहसैन्येन तस्मिन् प्रहतेऽपि स हतोत्साहो न भवति, परन्तु द्विगुणोत्साहेन स तेन सह युध्यते । तत्र च सोऽवश्यं विजयते । तद्युद्धे स मोहं हत्वैव विश्राम्यति । स तथा युध्यते यथा तं दृष्ट्वा मोहभटाः काकनाशं नश्यन्ति । अस्मिन्विषये न किमप्याश्चर्यम्, यतः सात्त्विकस्य न किमप्यसाध्यम् । जगदेकमल्लं मोहमपि स लीलया हन्ति । चन्दनवने प्रभूतेषु सर्पेषु सत्स्वप्येकस्मिन्नेव मयूरे आगते ते सर्वे पलायन्ते । एवमेकेनैव सात्त्विकेन सर्वमपि मोहसैन्यं नाश्यते ।
કષાયમોહનીયના સોળ સૈનિકો છે. નોકષાયમોહનીયના નવ સૈનિકો છે. તે બધા પૂર્વે કહ્યા છે. આ મોહનું સૈન્ય અંતરંગ છે, તે બહાર દેખાતું નથી. તેણે આખાય જગતને પોતાના વશમાં કર્યું છે. તેની સામે કોઈ પણ યુદ્ધ કરી શકતું નથી. યુદ્ધ તો દૂર રહ્યું, તેની સામે કોઈ ઊભું પણ રહી શકતું નથી. તે દુશ્મનરૂપ હોવા છતાં જીવો તેને મિત્ર જેવું જ માને છે. એક સાત્ત્વિક માણસ જ તેને શત્રુ તરીકે બરાબર ઓળખે છે. તેથી તે એકલો પણ તેને જીતવા માટે તૈયાર થઈ જાય છે. તે તેની સાથે ભયંકર યુદ્ધ કરે છે. ક્યારેક યુદ્ધમાં મોહના સૈન્યથી હણાવા છતાં પણ તેનો ઉત્સાહ ઓછો થતો નથી, પણ તે બમણા ઉત્સાહથી તેની સાથે યુદ્ધ કરે છે અને તેમાં અવશ્ય વિજય મેળવે છે. તે યુદ્ધમાં તે મોહને હણીને જ જંપે છે. તે તેવી રીતે યુદ્ધ કરે છે કે તેને જોઈને મોહના સૈનિકો કાગડાની જેમ નાસી જાય છે. આ બાબતમાં કોઈ આશ્ચર્ય નથી, કેમકે સાત્ત્વિક માટે કંઈ પણ અસાધ્ય નથી. જગતમાં એક માત્ર મલ્લ સમા મોહને પણ તે રમતમાં હણે છે. ચંદનના વનમાં ઘણા સર્પો હોવા છતાં જો એક જ મોર આવે તો તે બધા ભાગી જાય છે. એમ સાત્ત્વિક એકલો જ મોહના સૈન્યને ભગાડે છે.
3.11