________________
योगसारः १/१३ कषायनोकषायहननफलम्
४७ __ एते नवापि नोकषाया मनसि प्रादुर्भवन्ति । ततो मनोदायेन तेषां निर्दलनं शक्यम् । जलं निश्चलं न भवति । अतो जलमध्ये वातादिना तरङ्गा उत्पद्यन्ते । एवं यदि मनोऽपि जलवदस्थिरं भवति तर्हि तत्र नोकषायतरङ्गा उत्पद्यन्ते । मनसि निष्प्रकम्पे नोकषायविचयो नोत्पद्यन्ते । तस्मान्मनोबलं दृढीकृत्य नोकषाया निहन्तव्याः ॥१२॥
अवतरणिका - कषायनोकषायहननोपाया दर्शिताः । अधुना कषायनोकषायहननफलं दर्शयति - मूलम् - रागद्वेषमयेष्वेषु, हतेष्वान्तरवैरिषु।
साम्ये सुनिश्चले याया-दात्मैव परमात्मताम् ॥१३॥ अन्वयः - रागद्वेषमयेष्वेष्वान्तरवैरिषु हतेषु (सत्सु) साम्ये सुनिश्चले (जाते सति) आत्मैव परमात्मतां यायात् ॥१३॥ . पद्मीया वृत्तिः - रागद्वेषमयेषु - रागश्च द्वेषश्चेति रागद्वेषौ, तयोविकारा इति रागद्वेषमयाः, तेषु, एषु - पूर्वोक्तेषु कषायनोकषायरूपेषु, आन्तरवैरिषु - अन्तर्भवा इत्यान्तराः, वैरिण-अरयः, आन्तराश्च ते वैरिणश्चेति आन्तरवैरिणः, तेषु, हतेषु - दूरीकृतेषु, सत्स्वित्यत्राऽध्याहार्यम, साम्ये - समत्वे, सुनिश्चले - अतिशयेन निष्प्रकम्पे, जाते
આ નવે નોકષાયો મનમાં પેદા થાય છે. તેથી મનની દૃઢતાથી તેમનો નાશ કરવો શક્ય છે. પાણી નિશ્ચલ હોતું નથી. તેથી પાણીમાં પવન વગેરેથી તરંગો ઉત્પન્ન થાય છે. એમ જો મન પણ પાણીની જેમ અસ્થિર હોય તો તેમાં નોકષાયોના તરંગો પેદા થાય. મન જો અડગ હોય તો તેમાં નોકષાયોના તરંગો પેદા ન થાય. માટે મનોબળને દઢ કરીને નોકષાયોને હણવા. (૧૨)
અવતરણિકા – કષાયો-નોકષાયોને હણવાના ઉપાયો બતાવ્યા. હવે કષાયોનોકષાયોને હણવાનું ફળ બતાવે છે –
શબ્દાર્થ - રાગદ્વેષમય આ અંદરના દુશ્મનો હણાયે છતે અને સમતા ખૂબ નિશ્ચલ થયે છતે આત્મા જ પરમાત્માપણાને પામે. (૧૩)
પઘીયાવૃત્તિનો ભાવાનુવાદ – કષાયો - નોકષાયો રાગ-દ્વેષના વિકારરૂપ છે. તેઓ અંદરના દુશ્મન છે. તેમને દૂર કરવાથી સમતા ખૂબ દઢ થાય છે. સમતા દૃઢ