SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानीहैव परं सुखमनुभवति योगसार: ३/२५ २८० स्वरूपं न जानाति । ततः स उपवनाऽवकरयोर्भेदं न करोति । स सर्वप्रसङ्गान्समान्पश्यति । स जन्ममरणयोः स्वरूपं न वेत्ति । ततः स जन्ममरणयोर्भेदं न करोति । इत्थं बालोऽज्ञत्वात् शत्रुमित्रादिकस्य स्वरूपं न जानाति । ततः स सर्वत्र समदृष्टिर्भवति । ज्ञानी विशिष्टज्ञानवानस्ति । स शत्रुमित्रादिकस्य तात्त्विकं स्वरूपं वेत्ति । तत: स शत्रुमित्रयोः स्वर्णाश्मनोर्मणिमृदोरुपवनावकरयोः जन्ममरणयोः समदृष्टिर्भवति । ततः स कुत्रचिदपि रागद्वेषौ न करोति । स सर्वत्र समो भूत्वा प्रवर्त्तते । तत: स समतानन्दमनुभवति । ज्ञानी न केवलं सांसारिकपदार्थेष्वेव समो भवति, स भवमोक्षयोरपि समो भवति । रागद्वेषरहिताऽवस्था मोक्षः । ज्ञानी भवेऽपि निर्लेपो भवति । ज्ञानी भवेऽपि रागद्वेषाभ्यां विना प्रवर्त्तते । ततः स भवे वसन्नपि मोक्षानन्दमनुभवति । स मोक्षं नाभिलषति न वा भवं द्विष्यति । स सर्वत्राऽऽत्मानन्दमनुभवति । उक्तञ्च - प्रशमरतौ 'निर्जितमदमदनानां, वाक्कायमनोविकाररहितानाम् । विनिवृत्तपराशानामिहैव मोक्षः સુવિહિતાનામ્ ર્રૂટ' 1 – અને માટીને જાણતો નથી. તેથી તે મણિ અને માટીનો ભેદ કરતો નથી. તેને બગીચા અને ઉકરડાની ખબર પડતી નથી. તેથી તે બગીચા અને ઉકરડાનો ભેદ કરતો નથી. તે બધા પ્રસંગોને સમાન જુવે છે. તેને જન્મ અને મરણની ખબર નથી. તેથી તે જન્મ અને મરણનો ભેદ કરતો નથી. આમ બાળક અન્ન હોવાથી શત્રુ-મિત્ર વગેરેનું સ્વરૂપ જાણતો નથી. તેથી તે બધે સમાન દૃષ્ટિવાળો બને છે. જ્ઞાની વિશેષ જ્ઞાનવાળો હોય છે. તે શત્રુ-મિત્ર વગેરેના સાચા સ્વરૂપને જાણે છે. તેથી તે શત્રુ-મિત્રને વિષે, સોના-પથ્થરને વિષે, મણિ-માટીને વિષે, બગીચાઉકરડાને વિષે, જન્મ-મરણને વિષે સમાન દૃષ્ટિવાળો બને છે. તેથી તે ક્યાંય રાગ કે દ્વેષ કરતો નથી. તે બધે સમાન થઈને પ્રવર્તે છે. તેથી તે સમતાના આનંદને અનુભવે છે. જ્ઞાની માત્ર સાંસારિક પદાર્થોને વિષે જ સમાન નથી હોતો, તે સંસાર અને મોક્ષને વિષે પણ સમાન હોય છે. રાગદ્વેષ વિનાની અવસ્થા તે મોક્ષ. જ્ઞાની સંસારમાં પણ નિર્લેપ હોય છે. જ્ઞાની સંસારમાં પણ રાગદ્વેષ વિના પ્રવર્તે છે. તેથી તે સંસારમાં રહેવા છતાં પણ મોક્ષના આનંદને અનુભવે છે. તે મોક્ષને ઝંખતો નથી અને સંસાર ઉપર દ્વેષ કરતો નથી. તે બધે આત્માના આનંદને અનુભવે છે. પ્રશમતિમાં કહ્યું છે કે – ‘મદ અને કામને જેમણે જીત્યા છે, મન-વચન-કાયાના વિકાર વિનાના, પારકી આશાથી પાછા ફરેલા એવા સાધુ ભગવંતોને અહીં જ મોક્ષ છે. (૨૩૮)’
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy