SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः २/२५ चिलातीपुत्रेणोत्तमो योगः सेवितः १९३ गृहीतम् । यस्मिन्दिने हत्यापातकं स्मरेयं तस्मिन्दिने मया न भोक्तव्यमिति तेनाभिगृहीतम् । प्रतिदिनं स भिक्षार्थमगच्छत् । तं दृष्ट्वा लोकास्तमाऽऽक्रोशन् । ते तं मुष्टिलेष्ट्वादिभिः प्राहरन् । ततो हत्यापातकं स्मृत्वा स भिक्षां विनैव प्रत्यागत्योपवासमकरोत् । इत्थं षण्मासान्यावत्तेन समतया परीषहाः सोढाः । ततः स क्षपकश्रेणिमारुह्य समताद्वारेण कैवल्यं सिद्धिं च प्राप्नोत् । दृढप्रहारिणा समताप्राप्तेरेव साधना कृता । ततोऽचिरेण स केवलज्ञानं लब्धवान् । उक्तञ्चाऽध्यात्मोपनिषदि - 'स्त्रीभ्रूणगोब्राह्मणघातजातपापादधःपातकृताभिमुख्याः । दृढप्रहारिप्रमुखाः क्षणेन साम्यावलम्बात्पदमुच्चमापुः li૪/રશા' चिलातीपुत्रः सुसुमां हत्वा तच्छिरो हस्ते गृहीत्वाऽधावत् । मार्गे मुनिं दृष्ट्वा स तं तत्त्वं पृष्टवान् । मुनिरुपशमो विवेकः संवरः इति त्रिपदीमुक्त्वा गगनमार्गेण गतः । चिलातीपुत्रस्त्रिपदी चिन्तितवान् । तत उपशान्तो भूत्वा स कायोत्सर्गमकरोत् । पिपीलिकादंशादिपरिषहान्स समतया सोढवान् । विशुद्धध्यानेन सोऽप्यचिरेण कैवल्यं प्राप्नोत् । इत्थं चिलातीपुत्रेणाऽपि समताया एव साधना कृता । પાસે તેણે સંયમ લીધું. જે દિવસે મને હત્યાનું પાપ યાદ આવે તે દિવસે મારે ભોજન કરવું નહીં – એ પ્રમાણે તેમણે અભિગ્રહ લીધો. દરરોજ તેઓ ભિક્ષા માટે જતાં. તેમને જોઈને લોકો તેમની ઉપર ગુસ્સે થતાં. તેઓ મુટ્ટી, ઢેફા વગેરે વડે તેમને મારતાં. તેથી હત્યાનું પાપ યાદ આવી જવાથી તેઓ ભિક્ષા લીધા વિના જ પાછા ફરી ઉપવાસ કરતાં. આમ છ મહિના સુધી તેમણે સમતાથી પરિષહો સહન કર્યા. પછી તેઓ ક્ષપકશ્રેણી ઉપર ચઢીને સમતા વડે કેવળજ્ઞાન અને મોક્ષ પામ્યા. દઢપ્રહારીએ સમતા પામવાની જ સાધના કરી હતી. તેથી ટૂંક સમયમાં તેઓ કેવળજ્ઞાન પામ્યા. અધ્યાત્મોપનિષમાં કહ્યું છે, “સ્ત્રી, ગર્ભનો બાળક, ગાય અને બ્રાહ્મણની હત્યાથી થયેલા પાપથી દુર્ગતિને અભિમુખ એવા દઢપ્રહારી વગેરે ક્ષણમાં સામ્યના આલંબનથી ઉચ્ચપદને પામ્યા. (૪/૨૧)” ચિલાતીપુત્ર સુસુમાને હણીને તેનું માથુ હાથમાં લઈને દોડ્યો. રસ્તામાં મુનિને જોઈને તેણે તેમને તત્ત્વ પૂછ્યું. મુનિ “ઉપશમ વિવેક સંવર' એ પ્રમાણે ત્રણ પદ કહીને આકાશમાર્ગે ગયા. ચિલાતીપુત્રે ત્રણ પદો ઉપર ચિંતન કર્યું. પછી ઉપશાંત થઈને તેણે કાઉસ્સગ્ન કર્યો. કીડી વગેરેના ડંખોના પરિષહોને તેણે સમતાપૂર્વક સહન કર્યા. વિશુદ્ધ ધ્યાનથી તેઓ પણ ટૂંક સમયમાં કેવળજ્ઞાન પામ્યા. આમ ચિલાતીપુત્રે પણ સમતાની જ સાધના કરી.
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy