SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः २/१५,१६ जीविते मरणे लाभेलाभे दरिद्रे धनवति च समत्वम् १६९ अञ्जलिगतजलवज्जीवितं प्रतिक्षणं गलति । ततो जीविते रागो न कर्त्तव्यः । येन देही सर्वथा देहं परित्यज्य देहान्तरं सङ्क्रामति तन्मरणमुच्यते । यथैकं वस्त्रं विमुच्य वस्त्रान्तरस्य परिधाने मनुष्यो न बिभेति तथा पूर्वदेहत्यागनूतनदेहधारणरूपमरणान्न भेतव्यम् । मरणं 'न द्वेष्टव्यम् । नूतनवस्त्रपरिधाने मनुष्यो दुःखी न भवति, प्रत्युत हर्षमनुभवति । एवं मरणान्न भेतव्यम्, परन्तु तत्र समेन भवितव्यम् । आराधकस्तु मृत्युं महोत्सवं मन्यते । इत्थं जीविते मरणे च समैर्भवितव्यम् । I लाभान्तरायकर्मक्षयोपशमे लाभो भवति । लाभान्तरायोदयेऽलाभो भवति । लाभालाभौ स्वकृतकर्मनिमित्तकावेव । कर्मणां गतिस्तु विचित्रा । ततो लाभेऽलाभे च समत्वं धर्त्तव्यम् । स्वकृतपापोदयेनैको दरिद्रो भवति । स्वकृतपुण्योदयेनान्य ऋद्धिमान्भवति । परो दरिद्रो वा स्यादृद्धिमान्वा स्यात्, तेनाऽस्माकं किं प्रयोजनम् ? दरिद्रोऽस्मद्याचते । तदा तस्याऽशुभकर्मोदयश्चिन्त्यः । तस्मै दानेनाऽस्माकं पुण्यबन्धो भवतीति चिन्त्यम्। ततः અંજલિમાં રહેલા પાણીની જેમ જીવન દરેક ક્ષણે ઓછું થાય છે. માટે જીવન ઉપર રાગ ન કરવો. જેનાથી જીવ શરીરને સર્વથા છોડીને બીજા શરીરમાં જાય તેને મરણ કહેવાય. જેમ એક કપડાંને છોડીને બીજા કપડાંને પહેરવામાં મનુષ્ય ડરતો નથી, તેમ જૂના શરીરને છોડીને નવા શરીરને ગ્રહણ કરવારૂપ મરણથી ડરવું નહીં. મરણ ઉપર દ્વેષ ન કરવો. નવા કપડા પહેરવામાં મનુષ્ય દુ:ખી થતો નથી, ઊલટું આનંદ અનુભવે છે. એમ મરણથી ડરવું નહીં, પરંતુ તેમાં સમભાવ રાખવો. આરાધક તો મરણને મહોત્સવ રૂપ માને. આમ જીવન અને મરણને વિષે સમાન થવું. લાભાંતરાય કર્મના ક્ષયોપશમથી લાભ થાય છે. લાભાંતરાયકર્મનો ઉદય હોય તો લાભ થતો નથી. લાભ અને નુકસાન પોતે કરેલા કર્મના કારણે જ થાય છે. કર્મોની ગતિ તો વિચિત્ર છે. તેથી લાભમાં અને નુકસાનમાં સમતા રાખવી. પોતે કરેલા પાપોના ઉદયથી એક મનુષ્ય દરિદ્ર બને છે. પોતે કરેલા પાપના ઉદયથી બીજો મનુષ્ય ઋદ્ધિવાળો બને છે. બીજા દરિદ્ર હોય કે શ્રીમંત હોય તેનાથી આપણને શું ફાયદો ? દરિદ્ર વ્યક્તિ આપણી પાસે માંગે છે. ત્યારે તેના અશુભ કર્મોનો ઉદય વિચારવો. તેને આપવાથી આપણને પુણ્ય બંધાશે એમ વિચારવું.
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy