SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ १५ ઘણા શાસ્ત્રોનું અવગાહન કર્યા પછી યોગનો જે સાર મળ્યો તે ગ્રન્થકારે આપણને આ ગ્રન્થમાં પીરસ્યો છે. થોડો પણ સાર આપણા જીવનને આરાધનાથી તરબતર કરી દેશે. હા, આ ગ્રન્થ માત્ર વાંચી જવાથી આરાધનાની સુગંધ નહીં મળે. વાંચ્યા પછી એના પર ચિંતન-મનન કરી એને જીવનમાં ઉતારવાથી જીવન આરાધનાથી મઘમઘાયમાન બનશે. આ ગ્રન્થના શબ્દો માત્ર ગ્રન્થસ્થ ન રહેતાં હૃદયસ્થ, જીવનસ્થ અને આત્મસ્થ બને એ જ શુભાભિલાષા. સટીક આ ગ્રન્થના અભ્યાસ દ્વારા સર્વે જીવો અંતર્મુખ બની શીઘ્ર પરમપદને સન્મુખ બને એ જ અભ્યર્થના. પિંડવાડા (રાજસ્થાન) વિ.સં. ૨૦૬૯ અષાઢ સુદ-૬ (પ્રભુવીરચ્યવનકલ્યાણકદિન) પરમ પૂજ્ય વૈરાગ્યદેશનાદક્ષ આચાર્યદેવ શ્રીમદ્વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજનો શિષ્યાણુ મુનિ રત્નબોધિવિજય -
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy