SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ योगसारः १/१६ षडुपकरणवर्तिजलज्ञातम् ५५ तेषां विपाकेन जीवा अपि विचित्रदशाभाजो भवन्ति । ततस्ते परस्परं भिद्यन्ते । परमात्मा कर्मभिः सर्वथा रहितः । ततः संसारिजीवाः परमात्मनोऽपि भिद्यन्ते । भिन्नदेहकर्मवशात्संसारिजीवानां स्वरूपं भिन्न भिन्नम् । परमात्मा तु देहकर्मरहितः । ततः स एकस्वरूप: भवति । जीवानां वैचित्र्यं देहकर्मकृतम् । परमात्मा तु देहकर्मरहितत्वादेकस्वरूप एव । उपर्युक्तस्यार्थस्य स्पष्टीकरणार्थमेकं ज्ञातं दर्शयामि-पञ्चसूपकरणेषु भिन्नभिन्नवर्णयुक्तं जलं ग्राह्यम् - प्रथमे कृष्णवर्णं, द्वितीये नीलवर्ण, तृतीये रक्तवर्णं, चतुर्थे पीतवर्णं, पञ्चमे च कळूरवर्णम् । षष्ठे उपकरणे शुद्धं जलं ग्राह्यम् । प्रथमपञ्चोपकरणवर्तीनि जलानि परस्परं भिन्नानि । तानि षष्ठोपकरणवत्ति जलादपि भिन्नानि । यदा विशिष्टप्रक्रियया प्रथमपञ्चोपकरणवर्तिजलेभ्यो वर्णः पृथक्क्रियते तदा तान्यपि षष्ठोपकरणवर्तिजलसदृशानि भवन्ति । तदा तानि परस्परं वा षष्ठोपकरणवर्तिजलाद्वा न भिद्यन्ते । तानि सर्वाण्यपि एकस्वरूपाणि भवन्ति । अयमत्रोपनयः-पञ्चोपकरणवर्त्तिवर्णयुक्तजलतुल्याः संसारिजीवाः । કરે છે. બધા જીવોના કર્મો જુદા જુદા અને વિચિત્ર હોય છે. તે કર્મોના ઉદયથી જીવોની પણ અવસ્થાઓ વિચિત્ર થાય છે. તેથી તેઓ એકબીજા કરતા જુદા છે. પરમાત્મા સંપૂર્ણ રીતે કર્મોથી રહિત છે. તેથી સંસારી જીવો પરમાત્મા કરતા પણ જુદા છે. જુદા શરીર અને જુદા કર્મોને લીધે સંસારી જીવોનું સ્વરૂપ જુદું જુદું છે. પરમાત્મા તો શરીર અને કર્મોથી રહિત છે. તેથી તે એકસ્વરૂપી છે. જીવોની વિચિત્રતા શરીર અને કર્મોને કારણે છે. પરમાત્મા તો શરીર અને કર્મો વિનાના હોવાથી એકસ્વરૂપવાળા છે. ઉપર કહેલી વાતને સ્પષ્ટ કરવા એક ઉદાહરણ બતાવું છું – પાંચ વાસણોમાં રંગવાળુ પાણી લેવું – પહેલામાં કાળું, બીજામાં નીલું, ત્રીજામાં લાલ, ચોથામાં પીળું અને પાંચમામાં કાબરચિતરું. છઠ્ઠા વાસણમાં શુદ્ધ પાણી લેવું. પહેલા પાંચ વાસણના પાણી એકબીજાથી જુદા છે. તેઓ છઠ્ઠા વાસણના પાણી કરતા પણ જુદા છે. જ્યારે વિશિષ્ટ પ્રક્રિયા વડે પહેલાં પાંચ વાસણના પાણીમાંથી રંગ દૂર કરાય છે ત્યારે તેઓ પણ છઠ્ઠા વાસણના પાણી જેવા થઈ જાય છે. ત્યારે તેઓ એકબીજા કરતા કે છઠ્ઠા વાસણના પાણી કરતા જુદા નથી. તે બધા ય એકસ્વરૂપવાળા થાય છે. અહીં ઉપનય આ પ્રમાણે છે – પાંચ વાસણોમાં રહેલા રંગવાળા પાણી જેવા સંસારી જીવો
SR No.022255
Book TitleYogsar Part 01
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2014
Total Pages350
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy