________________
શશી-રવિથી પધો વિકસે; અચરિજ એ પદ્મ સકાશે, જગચંદ્ર-મિત્ર-રત્ન તેજસ્વી; પદ્મ ગુણ સૌરભથી યશસ્વી...૨૨ સહવર્તીની સેવા કરજો; ભાવ મૈત્રી પરસ્પર ધરજો, આત્મ પ્રગતિના પંથે વિચરજો; દીધી શીખ આ ભવથી તરજો...૨૩ ગુણપર્યાયે સ્પર્ધા માંડી; વધ્યા ગુણ, પર્યાય પછાડી, પર્યાય સત્તર-સંખ્ય થયા જ્યાં; ગુણ ગણનાતીત થયા ત્યાં...૨૪ કેન્સર રોગ થયો એમ જાણ્યું; પૂર્વ કર્મ નિકાચિત માન્યું, તે ભોગવવાનો સમય અનેરો; આવ્યો જાણીને ભાવ ભલેરો...૨૫ કીધી સુરેન્દ્રનગરના સંઘે; ગુરુભક્તિ અતિ ઉછરંગે, પીંડવાડા-શિવગંજ સંઘ ભાવે; રોગ હરવા ઉપાય કરાવે...૨૬ દસ વરસ લગી રોગની પીડા; નવિ મૂકે સંયમ ક્રિડા, કદી દીનતા ન મુખપર લાગે; ચાર શરણ ભવો ભવ માગે... ૨૭ મહારોગને સમતા અને રી; કલિકાલે અચરિજ કારી, મહામંત્રની ધૂન જગાવે; “અરિહંત' સુણી સુખ પાવે...૨૮ અંતિમ અવસર આવ્યો જાણી; સારા જગના ખમાવ્યા પ્રાણી, ગુરુ-ગણશું ક્ષમાપના કરતા; પંચમહાવ્રત ફરી ઉચ્ચરતા...૨૯ શ્રાવણવદી અગીયારસ આવી; દુ:ખના વાદળીયા લાવી, દેવગુરુને દિલમાં ધાર્યા; મૂકી દેહને સ્વર્ગ પધાર્યા..૩૦ શિબિકા કરી પંચ શિખરની; ઉમટી જનતા અનેક નગરની, થાય ઉછામણી વિવિધ પ્રકારે; ભક્તો જય જય નંદા પોકારે,...૩૧ ગુરુ વિરહ તે કેમ ખમાય; ઉપકાર કદી ન ભૂલાય, દીધી શિખ નવિ વિસરાય; હૈયે વિરહ વ્યથા ઉભરાય...૩૨
S