________________
૫૮
[તવતરે
vuur
એ પાઠથી જે તમે “પુનમના ક્ષયે તેને તપ તેરસે અથવા પડવાએ કરવાને કહ્યો છે, માટે પુનમના ક્ષયે તેરસને ક્ષય કરે જોઈએ એ દા કરે, તે તમારા જ ન્યાયે ભાદરવા સુદ પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય તમારાથી નહિ કરાય. કેમકે–તેમાં ક્ષીણ પાંચમને તપ પૂર્વતિથિમાં કરવાને કહ્યો છે, પણ ત્રીજ કે છઠને દિવસે કરવાને કહ્યો નથી. જે આ પાઠ તમારા કહેવા મુજબ પુનમની તેરસ કરવાનું કહેતે હોય, તે પણ તે પાંચમની ત્રીજ કરવાનું તે કહેતે નથી જ. છતાં તમે તે તે કરવાના એક નવા આગ્રહને પણ જન્મ આપે છે. આ રીતે તમારું શસ્ત્ર તમારા જ ગળે આવે છે. પુનમના ક્ષયે તેરસ કરવાની પુષ્ટિમાં આ પાઠ ઉપર આધાર રાખે, એ ડુબતા માણસે તરણું પકડવા બરાબર છે. શાસ્ત્રાધાર જે બરાબર મળી આવતા હોય તે તે ધરવા ડહાપણ ભરેલું છે, નહિ તે મૌન રહેવું વધારે સારું છે. લેકમાં “શાસ્ત્રને પાઠ આપે છે. એટલું માત્ર કહેવડાવવા ખાતર મનગઢત અર્થે કલ્પીને ગમે તેવા શાસ્ત્રના પાઠે આપી દેવા, એ એક જાતને રેગચાળે છે. કેઈ પણ ડાહ્યો મનુષ્ય એવા ચાળામાં ફસીને જ્ઞાની સમાજમાં દયાપાત્ર બનવાનું, ન્યાયી સમાજમાં હાંસીપાત્ર થવાનું અને ધમસમાજમાં અવિશ્વાસપાત્ર ઠરવાનું કદાપિ પસંદ ન જ કરે.
પુનમના ક્ષયે તેરસ માનવામાં કે શાસ્ત્રાધાર નથી.
(પ્રશ્ન)-તમે શ્રી હરિપ્રશ્નના પાઠનું રહસ્ય ખરૂં સમજાવ્યું. એ જાણ્યા પછી તે પાઠના નામે પથરાતે અંધાર