________________
ગાથા ૫ મી ]
૩
અમે જ્યાં પુનમના ક્ષયે ચૌદશમાં પુનમ સ્વીકારીએ છીએ ત્યાં અમને આ આપત્તિ નથી, કારણ કે- ચૌદશને દિવસે ચૌદશ-પુનમ બને સમાપ્ત થાય છે. આ વિષે વધુ આગળ કહેવાશે. તમે જે એમ પૂછતા હોય કે શું ચૌદશના ક્ષયે તેરસમાં ચૌદશનું જ્ઞાન મિથ્યા નહિ કહેવાય ?” તે અમે કહીએ છીએ કે-“ના, નહિ કહેવાય.'
જમીન ઉપર ઘડો અને વસ્ત્ર બને પડયાં હોય, તે જોઈને જેને એવું જ્ઞાન થાય કે-અહિં ઘડ અને વસ્ત્ર છે તે શું ખોટું કહેવાશે ? સેના–રત્નમય કંડલમાં કોઈને સોના-રનનું જ્ઞાન થાય તે શું ખોટું છે? તો પછી રવિવારાદિ દિવસે જ્યાં બન્ને તિથિઓ તેરશ–ચૌદશ સમાપ્ત થતી હોવાથી વિદ્યમાન છે, ત્યાં તેનું જ્ઞાન મિથ્યા આરોપ શી રીતે કહેવાય? આજ કારણથી આ પ્રકરણમાં “રંguળત્તિ ૪ –ગાથા ૧૭મીમાં “રવિવારાદિ જે દિવસે જે તિથિ સમાપ્ત થતી હોય તે દિવસ તે તિથિ રૂપે સ્વીકાર” ઈત્યાદિ વિષય કહેવામાં આવશે, તો તેમાં પણ તમારી મતિ મુંઝાઈ જવી જોઈએ નહિ.
આથી સિદ્ધ થાય છે કે-જે દિવસે બે તિથિ સમાપ્ત થતી હોય, તે દિવસે પંચાંગમાં એકમ–બીજાદિ ભેગાં લખવામાં કઈ પણ પ્રકારને બાધ નથી. લૌકિક અપેક્ષાએ તે દિવસે સૂર્યોદયવાળી તિથિ ગણાશે. અને શાસ્ત્રની અપેક્ષાએ આરાધનીય તીથિ ગણાશે. આજે અમુક તિથિઓ ભેગી છે”—એવું તે સામાન્ય જનસમાજમાં પણ બોલાય જ છે.
સાથે આવેલી પર્વતિથિએ અંગે ખુલાસે.
બે-ત્રણ કલ્યાણકતિથિઓ સાથે આવેલી હોય અને માન કે–તેમાં ઉત્તરતિથિને ક્ષય આવેલે હેય, ત્યારે પણ શું તમે પુનમના