________________
ગાથા ૨ જી]
તે કરણી ચતુર્દશીએ કરવાનું ઉપર વિધાન છે, એથી ચતુર્દશીની તિથિજ સનાતન પખિપર્વ તરીકે છે, એમાં જરાયે સંશય નથી.
આ કારણથી આજ પ્રકરણમાં આગળ “સેવં યાદ મૂ' ઈત્યાદિ ગાથા ૧૪ મી કહેવામાં આવશે, જેમાં “પાક્ષિકપર્વ ચતુદશીનું જ છે, પરંતુ પંચદશીનું તો કયારેય હતું નહિ, છે નહિ અને થશે પણ નહિ”—એવું પ્રતિપાદન કરેલું છે.
આ ગાથાથી ચેપ્યું સમજાય છે કે
(૧) અનાદિઅનંત દુઃખમય સંસારથી આત્માની મુક્તિ સાધવી એજ પ્રત્યેક જૈનનું દયેય હોવું જોઈએ.
(૨) આ દયેયવાળાએ પ્રભુશાસનની નિયમ મુજબ આરાધના કરવી જોઈએ.
(૩) આ આરાધના નિત્ય કરવી અશક્ય હોય તે પર્વદિવસોએ અવશ્ય કરવી જોઈએ.
(૪) શ્રી જિનાજ્ઞા પ્રમાણે કરવાનું ન કરે અને ન કરવાનું કરે છે તે પ્રાયશ્ચિત્તને લાયક બને.
અહીં ચાતુર્માસિક તથા સાંવત્સરિકપ શિવાય દરેક માસમાં શુકલ અને કૃષ્ણ પક્ષની બે આઠમ તથા બે ચૌદશ મળી ચાર પર્વો આવે છે. તેની સાથે દરેક માસની શુકલ પંચમી મેળવતાં પાંચ પર્વો થાય છે. શ્રી જૈનદર્શનની આ ચતુષ્પવી કિંવા પંચપર્વ કહેવાય છે. આ ઉપરાંત જપવી, દશપવ, તથા દ્વાદશાવ પણ જૈનશામાં કહેલી છે.
સ્પર્વ આદિ પર્વતિથિઓ શ્રી “શ્રાદ્ધવિધિ તથા ધર્મસંગ્રહ આદિ શાસ્ત્રોમાં ७ “ अट्ठमि चउद्दसि पुण्णिमा य तहामावसा हवइ पव्वं ।