________________
ગાથા ૫૯-૬૨ મી ]
૨૫
Wanna
બનીને નહિ માને, તેઓ સિદ્ધાન્તને જણનારાઓ માટે સર્વથા ત્યાજ્ય છે. જેઓ માનશે તેઓ સિદ્ધાંતવદીઓને પૂજ્ય છે, એટલું જ નહિ પણ ત્રણે ભુવનને પૂજ્ય છે.
શાસ્ત્રકાર આથી અનુરોધ કરે છે કે
(૧) મધ્યસ્થ ગીતાર્થ પુરૂષોની એ ફરજ છે કે–સત્યાસત્યને નિર્ણય જણાવીને તેઓએ સિદ્ધાન્તવિરોધ અટકાવવો જોઈએ, પણ ઉદાસીનતા દાખવીને કે બીજી નુકતેચીની કરીને સિદ્ધાન્તવિરોધ ફેલાવા દેવે જોઈએ નહિ; કેમકે તેમ કરવાથી શાસન જે ડે’ળાય તેને દેષ તેમના માથે રહે છે.
| (૨) આ શાસ્ત્રમાં તિથિ આદિની જે ચર્ચા કરી છે તે સિદ્ધાન્તાનુસારી છે અને તેથી તે સર્વને માનવા યોગ્ય છે.
(૩) શાસ્ત્રાનુસારીપણાને દાવે રાખવા છતાં જેઓ અહંકારથી આ ગ્રન્થમાં કહેલા સત્ય પદાર્થોને ન માને અને ઉલટા અવળા રૂપમાં ગ્રહણ કરે, તેઓને અભિનિવિષ્ટ સમજી શાસ્ત્રાનુસારી ભવભીરૂ આત્માઓએ ત્રિવિધ ત્રિવિધ વસરાવી દેવા-તજી દેવા, પણ “પર્વતિથિને દિવસે જ પર્વતિથિ આરાધવી” ઈત્યાદિ જે સિદ્ધાંત છે તેની વિરાધના કરવી નહિ. ૫૮મા
ગાથા ૫૦ થી ૬ર ગ્રન્થચૂલિકા અને ઉપસંહાર.
હવે ગ્રન્થના ઉપસંહાર રૂપ ચૂલિકા કહે છે – एवं तवगणगयणे,दिणयरसिरिविजयदानसुरिपया लहिऊण णाणलेसं, रइया गंभीर निग्घोसा ॥५९॥ वाइपडिवाइकूला, पवयणदहनिग्गयाऽऽणुपुवीए॥ पुवुत्तरपयवुड्डा, अणुमाणोगाढगूढदहा ॥६०॥