________________
ગાથા ૧-૨ જી]
જે તારે અથવા જેના વડે તરાય તે તીર્થ કહેવાય છે. એને કરેલ નમસ્કાર પણ અમંગલ માત્રને દૂર કરે છે. તીર્થ એટલે શ્રી પ્રથમ ગણધર અથવા ચતુર્વિધ શ્રી સંઘ છે. તેની તારકતા અને નમસ્કાર્યતા પણ તેમાં રહેલી આજ્ઞાપ્રધાનતાને જ આભારી છે. ૧.
ગાથા ૨ જીઃ પર્વતિથિઓ કઈ તિથિ કઈ વિધિથી આરાધવી જોઈએ, તે દર્શા. વવા માટે હવે કહે છે– अट्ठमिचउद्दसीसुं पच्छित्तं जइ अन कुणइ चउत्थं। चउमासीए छटुं तह अट्ठम वासपव्वंमि ॥२॥
(પ્ર)–અષ્ટમી, ચતુર્દશી અને “=' કારથી જ્ઞાનપંચમી તિથિને ઉપવાસ જે ન કરવામાં આવે, તથા ચતુર્માસીને છઠ્ઠ અને વાર્ષિક સંવત્સરી પર્વને અઠ્ઠમ એટલે ત્રણ ઉપવાસ જે ન કરવામાં આવે તો તેને ‘ પ્રાયશ્ચિત્ત-દંડ આવે.
આના આધારમાં શ્રી મહાનિશીથ સૂત્રમાં પણ ફરમાવ્યું છે કે-“શૈક્તિ-પરાક્રમ હોવા છતાં પણ જે અષ્ટમી-ચતુર્દશી-જ્ઞાનપંચમીસંવત્સરી અને ચાતુર્માસિક પર્વનો ઉપવાસઅક્રમ તથા છઠ્ઠ ન કરે તો દંડ આવે ”
શ્રી વ્યવહાર સૂત્ર પીઠિકાની ચુર્ણિમાં પણ કહ્યું છે કે- આઠમે
२ " उक्तं च-"संते बले वीरियपुरिसयारपरकमे अट्टमी चउद्दसी नाणपंचमी पजोसवणा चाउमासीए चउत्थमट्ठमछट्ट न करेइ पच्छित्तं"-इति महानिशीथ” (मूल मुद्रित प्रति पृ. २)
३ “तथा च-" अट्ठमीए चउत्थं, पक्खिए चउत्थं, चउमासीए छटुं, संवच्छरिए अमं न करोति पच्छित्तम्।