________________
ગાથા ૩૪ મી]
૨૦૧
(પ્ર૦)—શૈષતિથિઓમાં કરવાના ો નિયમ હોત, તે તે કરવામાં પ્રમાદ સેવતાં શાસ્ત્ર તેનું પ્રાયશ્ચિત્ત જણાવ્યું હોત. ‘શેષ તિથિઓમાં પૌષધાદિ નહિ કરવા' એવા જો નિષેધ કર્યો હાત, તે તે દિવસે પૌષધાદિ કરનાર માટે એકલું પાયશ્ચિત્ત નહિ પણ તેની સાથે ‘મહા' શબ્દ જોડીને મહા પ્રાયશ્ચિત્ત જણાવેલું હોત. કેમકે-નહિ કરવામાં એકલા પ્રમાદ કારણભૂત હાય છે, જ્યારે નિષેધ કર્યાં હતાં અધિક ક્રિયા કરવામાં તેા શેષ સમુદાયની હિલના કરવાને અને શ્રી તીર્થંકર મહારાજના વચનને લેપ કરવાના અભિપ્રાય રહેલા છે. તે મહા આશાતનાનું કારણ છે.
શ્રી જિનેશ્વર મહારાજના વચનની શ્રદ્દા નહિ કરનારે જ અધિક ક્રિયા કરવાની પ્રવૃત્તિ કરી શકે. કોઈ પણ થાકેલા મનુષ્ય એવા નથી હાતા કે–સારા માણસે બતાવેલા ટુ કા રસ્તાની પોતાને શ્રદ્ધા હૈાવા છતાં વક્રમાર્ગે જવા તૈયાર થાય,
શાસ્ત્ર જ્યારે ક્ષીણુ—પતિથિને પૂર્વપ્રમલ પતિથિમાં સમાવી દેવાનું કહે છે અને વૃદ્ધિ હોય ત્યારે પહેલી તિથિને અપવ ગણવાનુ કહે છે, ત્યારે તેને બદલે બધી પતિથિઆને અખંડ રાખવાના આગ્રહ સેવવેક અને પૂર્વ તથા પૂતરની ક્ષયવૃદ્ધિ કરી નાખીને મૂળ ઉદય તેમજ સમાપ્તિમાં રહેલી ચાથ, ચૌદશ આદિ પર્વતિથિઓને વિરાધવી, તે ઉપર પ્રમાણે નિષેધવાળી અધિક ક્રિયા કરવા સમાન છે, એ ચાખ્ખું સમજી શકાય તેવું છે.
શ્રી હારિભદ્રીય આવશ્યક ટીકામાં જે કહ્યું છે કે—પૌષધાપવાસ અને અતિથિસ`વિભાગ પ્રતિનિયત દિવસે કરવાનાં છે, પ્રતિ
૧૦૭–“નૌષધોપવાલાતિથિëવિમાનો તુ પ્રતિનિયતવિ सानुष्ठेयौ न प्रतिदिवसाचरणीयाविति” (पृ. २७)