________________
ગાથા ૩૩ મી ].
૨૧૯
આવ્યું છે. શિષ્ય તેનું કારણ પૂછ્યું ત્યારે “આજ્ઞાથી જ ચારિત્ર વિગેરે સર્વ વ્યવસ્થા હેવાનું બતાવીને શાસ્ત્રકાર ભગવાને આજ્ઞાનું મહત્ત્વ સ્થાપ્યું છે. એથી “ભગવાને કર્યું તેમ કરવું” એમ જે કઈ કહે છે, તેને મત દિગમ્બરના મતની માફક ખૂટે છે એ કહેવાની આવશ્યકતા નથી.
અભિનિવેશ મૂકે. આજ્ઞા એજ પ્રમાણ છે, માટે ગ્રન્થકાર મહારાજ ફરમાવે છે કે- શ્રી કાલકસૂરિ મહારાજ પંચવિધ આચારની આચરણામાં રક્ત હેવાથી અને શ્રી નિશીથચૂર્ણિકારાદિ શાસ્ત્રકારોએ તેમણે યુગપ્રધાનાદિ મહાન ગુણોવાળા જણાવેલા હોવાથી અને તેમની પ્રવૃત્તિ આખા શાસનને માન્ય થયેલ હોવાથી, તેમની આજ્ઞા એ શ્રી જિનેશ્વર ભગવાનની જ આજ્ઞા બરોબર છે. તે પ્રમાણે નહિ વર્તવાથી શ્રી જિનાજ્ઞા તોડક્યાનો જ દોષ લાગે છે અભિનિવેશ છોડીને સમ્યગ વિચારે.’
અભિનિવેશ એ એ દુષ્ટ દોષ છે કે તે જાણીને ઉંધી પ્રવૃત્તિ કરાવે છે. જ્યારે દુષ્કર્મને ઉદય જાગે છે, ત્યારે ભલભલા એ દેષને આધીન થઈ જઈને પોતાનું ભાન ભૂલી જાય છે. આ કારણથી અભિનિવેશ તજીને સમ્યગ વિચાર કરવાની શાસ્ત્રકારે તેવાઓને કરેલી ભલામણ વ્યાજબી છે. ૩૨
ગાથા ૩૩ મી : નિયમ અને ભજન ! હવે ચાલુ તિથિવિચારને ઉપસંહાર કરે છે. एवं तिहितवणियमो, कहिओ णियमेण वीअरागेण। सेसतिहाँसु अभयणा, जिणवयणविऊहि णायव्वा