________________
૨૦૬
[ તત્ત્વતરું
न य तं संवच्छरिए, पव्वम्मि य तस्स चुण्णिवण्णहिं अन्नह सवीसह त्ति कप्पपाढो विलुप्पेज्जा ॥२९॥
(પ્ર)શ્રી નિશીથભામાં અભિવર્ધિત વર્ષ વીસ દિવસોએ કરીને ગૃહસ્થને જણાવવું એમ કહ્યું છે, તે સર્વ ગૃહસ્થોને ચોમાસું રહ્યાનું જણાવવા માટેનું છે. પણ એ ઉપરથી તે દિવસે સંવત્સરી પર્વ કરવાનું સમજી લઈને શ્રાવણ માસમાં પણ સંવત્સરી થઈ શકે એવી ભ્રાતિમાં ન પડે, કારણ કે-તે ચોમાસું રહેવા રૂપ પર્યપણું અંગેનો અધિકાર છે.
ચોમાસામાં એક રથાને સ્થિર રહેવું એને પણ પર્યુંપણ કહેવામાં આવે છે. તે જુદી ચીજ છે અને સંવત્સરી પર્વ એ પણ જુદી ચીજ છે.
ભાષ્યમાં સંવત્સરી પર્વ માટે જ કહ્યું હશે એવી શંકા થાય, તેનું નિવારણ કરવા માટે ગાથા ર૯ માં કહે છે કે –
તેની ચૂણિના અક્ષરે જોતાં માલુમ પડે છે કે તે સંવત્સરી પર્વ માટે કહ્યું નથી. કેમકે-સંવત્સરી પર્વમાં જે સર્વ ચૈત્યનાં દર્શન કરવાનાં છે, સર્વ સાધુઓને વંદન કરવાનું છે, આલોચના કરવાની છે, અઠ્ઠમ તપ કરવાનું છે અને સંવત્સરી પ્રતિક્રમણ કરવાનું છે, એ પાંચમાંનું એક પણ કાર્ય ચોમાસી રહેવા રૂપ પર્યપણાના અધિકારમાં ફરમાવેલું નથી. ભાષ્યની મૂળ ગાથાઓ અને તેની ચૂણિનો પાઠ જુઓ નીચે પટનટમાં. ८६-"इत्थ उ अभिग्गहिअं, वीसइरायं सवीसइमासं।
तेणं परमभिग्गहियं गिहिणायं कत्तिओ जाव ॥ असिवाइकारणेहिं, अहवा वासं न सुटू आरद्धं । अभिवढियम्मि वीसा, इयरम्मि सवीसइमासो॥"