________________
ગાથા ૨૧ મો].
૧૫
આધારે ક્ષીણચતુર્દશીએ પૂનમે ચોમાસી માનનારને પણ આપત્તિઓ આપવામાં આવી છે. જે અહીં પૂનમ અને પાંચમના યે તેરસે અને ત્રીજે ચૌદશ અને ચોથ કરવી સમાચારીની દ્રષ્ટિએ શાસ્ત્રકારને ઈષ્ટ હોત, તે શાસકાર આ ખંડન કદી કરી શકત નહિ, કેમકે -ચૌદશ જેવી પૂનમને દિવસે નથી તેવી તેરસને દિવસે પણ નથી જ, કારણ કેચૌદશની સમાપ્તિ બીજે દિવસે થાય છે અને સમાપ્તિ વિના તે દિવસે તે તિથિ છે એવું માની શકાય જ નહિ, એ સિદ્ધાંત પાછળ ગાથા ૧૭ માં સાબીત કર્યો છે. આ બતાવી આપે છે કે–પાછલ ગાથા પાંચમાં જેમ કહ્યું હતું તેમ ત્રણ માસી-પૂનમેને ક્ષય આવે, ત્યારે પણ તેને ક્ષય ચૌદશમાંજ માન્ય રખાય છે અને રખાતો હતો. તેથી સમાચારીને નામે કહેવાતી ઉપલી ગાથા સાવ બનાવટી સાબીત થાય છે. એ ગાથામાં તે જ્યારે ત્રણ માસીપૂનમના ક્ષયને અંગે હકીકત છે, ત્યારે આજકાલ તે બધી પૂનમ, બધી અમાસ અને હવે વધારામાં ભાદરવા સુદ પાંચમને ક્ષય હોય ત્યારે અને વૃદ્ધિ હોય ત્યારે પણ પૂર્વ તેમજ પૂર્વતર તિથિની ક્ષયવૃદ્ધિ માનીને, ચૌદશ તથા ચોથ જે દિવસે ન હોય તે દિવસે કરવાનું કહેવાય છે. તે તેના કરતાં પણ વધુ બેટું–બનાવટી છે, એ સુજ્ઞ વાચકો સ્વયં વિચારી શકે તેમ છે.
તિથિહાનિ વૃદ્ધિ વિચારને વિચાર! આ જ પ્રમાણે પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેરસની વૃદ્ધિ કરવા માટે શ્રી વિજયદેવસૂરગચ્છના મતપત્રક તરીકે