________________
ગાથા ૧૮ મો]
૧૮૫
અમુક માસમાં, અમુક દિવસે આ ગ્રન્થ કર્યાં અથવા લખ્યા.' જો કે તે દિવસે એક શ્લોક માત્ર કર્યાં હોય અથવા લખ્યા હોય તા પણ તેજ દિવસ પ્રમાણભૂત ઠરાવાય છે, કિન્તુ પૂર્વે આખા દિવસ શ્લોકા બનાવ્યા હાય છતાં તે દિવસ કહેવામાં આવતા નથી, તેમજ પુસ્તકના છેડે લખવામાં પણ આવતા નથી. આ બતાવી આપે છે કે–લેાકવ્યવહાર પણ સમાપ્તિ–લક્ષણ દિવસને માનવાના છે; માટેજ વૃદ્ધિતિથિમાં સમાપ્તિ ખીજે દિવસે રહેલી હાવાથી તે માનવામાં આવે છે, એવીજ રીતે ક્ષીણતિથિમાં પણ સમાપ્તિ પૂર્વતિથિને દિવસે થયેલી હાવાથી તે તિથિ તે દિવસે માનવામાં આવે છે. એક જ દિવસમાં એ તિથિની સમાપ્તિ હેાવાથી એય માની શકાય છે. જેમ લેાકમાં એક દિવસે એ કા` પૂરાં કર્યાં હાય, તે એમ કહેવાય છે કે- આજે મે એ કામ કર્યાં.’ એટલે એમાંથી એક કામને માટે જો દિવસ જણાવવા હાય તા પણ તેજ જણાવાય અને બન્ને માટે જો દિવસ જણાવવા હાય તા પણ તેજ જણાવાય. આવાં લેાકપ્રસિદ્ધ દ્રષ્ટાંતા તમે સ્વયં ×વિચારો. જો તમે અસમાપ્તિને દિવસે પણ તિથિ મનાવવા માટે સ્વ-મતિકલ્પનાથી તિથિના અવયવેશમાં ન્યૂનાધિકપણાની કલ્પનાએ કરશે, તા તમારે આજન્મપર્યંત વ્યાકુલ થવું પડશે-પાછલી ગાથાએમાં આપેલી અનેક દુસ્તર આપત્તિઓના ભાગ થવું પડશે.
આ ગાથામાં આપેલા દ્રષ્ટાંતને જો વિચાર કરવામાં આવશે, તે એ તિથિ ભેગી જણાવનારાં પંચાંગા જ ખરાં શાસ્ત્રીય છે એ પુરેપુરૂં નિશ્ચિત થશે. અને ભેગી તિથિની આરાધના વિષે ખોટા સવાલા ઉઠાવવાની દુર્ભુદ્ધિ નહિ જ થશે. ૫૧૮૫
* "एवं क्षीणतिथावपि कार्यद्वयमद्य कृतवानहमित्यादयो द्रष्टान्ताः स्वयमूह्यः " (पृ. १३)