________________
ગાથા ૧૯ મી ]
૧૬૧ ચોથ પાંચમ પહેલાં આવવી જોઈએ, અર્થાત એથની સમાપ્તિ થાય કે તુરત પાંચમનાં ઘડી–પળ શરૂ થઈ જવાં જોઈએ. એની વચમાં આંતરું જોઈએ નહિ. આ જાતનું તમે જો
અનન્તર પૂર્વે કહેવા માગતા હોય તે તે શાસ્ત્રાનુકૂળ છે. ચોથને આવું અનન્તરપૂર્વપણું જેવું આખી પાંચમના વખતે હોય છે, તેવું પાંચમના ક્ષય અને વૃદ્ધિ પ્રસંગે પણ હોય છે જ. પાંચમને ક્ષય થયો એટલે તે ટુકી થવાથી બીજે દિવસે ઉદયમાં નથી આવી એટલું જ થયું છે, કિન્તુ ચોથની સમાપ્તિ પછી તરત તેને ભેગ તે શરૂ થઈજ ગયેલે છે. એ જ પ્રમાણે પાંચમની વૃદ્ધિ થઈ એટલે તે વધી જવાથી બે દિવસ સૂર્યોદયમાં આવી એટલું થયું, પણ તેને ચે ભેગ તે ચોથની સમાપ્તિ પછી ચાલુ થઈ જ ગયો છે.
વિવક્ષાની કસોટી.
હવે તમે જે “અનન્તર પૂવે” અર્થ કર્યો છે તે અર્થ એક રીતે બરાબર છે, છતાં તમેએ કપેલી વિવક્ષા બરાબર નથી. એ જ વસ્તુને હજુ ન્યાયની કસેટી ઉપર ચઢાવીને તમને દેખાડી આપીએ છીએ. “અનન્તર પૂર્વે” એટલે તમે એજ કહેવા માગે છે કે-એક વસ્તુ બીજી વસ્તુની પહેલાં એવી રીતે હેવી જોઈએ કે વચમાં અંતર ન હેય. આમાં તમે “અનન્તર' એટલે શું કહેવા માગે છે? એક “અ” નામની વસ્તુના પહેલા અવયવ અને બીજી “બ” નામની વસ્તુના પહેલા અવયવ વચ્ચે કાંઈ પણ અંતર ન હોવું તે? કે “અ” ના છેલ્લા અવયવ અને