________________
ગાથા ૧૭ મી ]
૧૩૯
કબૂલ કરી ગયા છે (જૂઓ પાછળ.), તેવી અવસ્થા અહીં પણ આવે છે. વળી પૂનમ પહેલાં આવેલી ચૌદશની વૃદ્ધિ નહિ હોવા છતાં તમે તેરસની વૃદ્ધિ માને તે પછી બારસનીચે માનવી પડશે, બારસની માને તે પછી અગીયારસની પણ માનવી પડશે યાવતુ બધી તિથિઓ ઉપર તમારે ચક્કર જ માર્યા કરવું પડશે. “અમુક એક તિથિની વૃદ્ધિ માનીશું એમ તમારાથી કહિ શકાશે નહિ. આ દોષ આવે છે, તે પણ તમે પાછળ ગાથા ૫ ની ટીકામાં કબૂલ કરી ગયા છે. પર્વતિથિની વૃદ્ધિ પણ શાત્રે માન્ય રાખી છે તે શાસ્ત્રના પાઠ સહિત પાછળ સાબીત કરેલું તમે કબૂલ રાખ્યું છે. આટલું બધું છતાં તમે સમજુ થઈને અવળાં પગલાં શા માટે ભરે છે ?
મેળ વિનાની રૂઢી. (પ્રશ્ન)-હાલ એવી રૂહી ચાલે છે તેથી.
(ઉત્તર)એ રૂઢી કયારથી અને કયા પ્રામાણિક પુરૂષથી ચાલી છે, તે તમે સત્તાવાર જણાવી શકે છો ?
(પ્રશ્ન-ના. એ તે કાંઈ જણાવી શકાય તેવું નથી. જે તેર બેસણાથી એ રૂઢી સ્થાપિત થઈ, એમ કહીએ તે તે તદન અસત્ય છે. પાછળ ગાથા ૫ ની ટીકામાં એ લેખને ઉતારે જોતાં એ સાબીત થઈ ગયું છે કે-“તેર બેસણાએ તે ફક્ત પૂનમના ક્ષયને માટે એક ધારણ રચ્યું હતું, તે ધરણને પણ તેમાં આપેલા શાસ્ત્રના આધાર સાથે કાંઈ મેળ મળતા નથી, જેથી તે લેખ આ અપ્રામાણિક ઠરે છે. અને વૃદ્ધિને માટે તે એમાં ઈસારે સરખે નથી.' એ તેર બેસણું