________________
ગાથા ૧૭ મી ]
૧૨૫
,
, ,
, ,
, ,
,
, , ..
લેને ગઈ પુત, (પ્રશ્ન)-મને એમ લાગે છે કે-“અમાવાસ્યાદિ વૃદ્ધિએ અમાવાસ્યાને દિવસે જે કલ્પવાંચનનું કહ્યું છે તેમાં અમાવાસ્યાને “ઔદયિક અથવા બીજી' એવું વિશેષણ આપ્યું નથી, એ કારણથી તિથિની વૃદ્ધિ મનાતી નહિ હોય?’
(ઉત્તર)-તમારા કહેવા પ્રમાણે વિશેષણ નથી આપ્યું, એટલા જ કારણથી જે “તિથિની વૃદ્ધિ મનાતી નથી એમ ઠરાવી દેવાય, તે પછી “એકમ વિગેરેની વૃદ્ધિ પણ મનાય નહિ એમ તમારે ઠરાવવું પડશે. કારણ કે-“આદિ શબ્દથી એકમાદિની વૃદ્ધિમાં એકમને દિવસે કલ્પવાંચન આવે એમ કહ્યું છે. તેમાં પણ એકમને “અનૌદયિકો કે પહેલી એવું વિશેષણ આપ્યું નથી. જ્યારે વૃદ્ધિ નહિ મનાય ત્યારે ક્ષય પણ નહિ મનાય. એટલે તમારી કલ્પના પ્રમાણે તે એમ થયું કે–પર્વતિથિ કે સાદી તિથિ કેઈની પણ ક્ષયવૃદ્ધિ માની શકાશે નહિ! આ તે એના જેવું થયું કે પુત્ર લેવા ગઈ, પણ હશિયાર એવી કે આખે પતિ જ ગુમાવી આવી!”
(પ્રશ્ન)-વાત પણ સાચી છે. આ બધું જે યથાસ્થિત વિચારવામાં આવે તે કુકલ્પનાઓનું સામ્રાજ્ય કદી પણ ચાલી શકે તેવું નથી. શાસ્ત્રોના આધારે શ્રી તપગચ્છની સમાચારી તે ઉપર પ્રમાણે પર્વતિથિની પણ ક્ષય કે વૃદ્ધિ કબૂલ રાખે છે, એટલું જ નહિ પણ તેને બદલે પૂર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ કરી નાખવાને જે હાલ સંસ્કાર કહેવાય છે તેને મનસ્વી કરાવે છે.