________________
ગાથા ૬ ઠી]
આ વચનથી શાસ્ત્રકાર મહારાજે એ સાફ બતાવી આપ્યું કે ક્ષીણતિથિયુક્ત તિથિ જતી રહેતી નથી, પરંતુ જો ક્ષીણતિથિ બલવાન હોય તે પિતે તેમાં સમાઈ જાય છે, અને જે પિતે જ બલવાન હોય તે ક્ષીણતિથિને પિતામાં સમાવી દે છે. ક્ષયને બદલે જે એ તિથિને ક્ષય જ થઈ જતે હોત તે બલવત્તાએ કરીને તે પિતાના કાર્ય માટે જરા યે સમર્થ થઈ શક્ત નહિ. ક્ષયને બદલે ક્ષય માનનારાઓને મત કપિલ કલ્પિત છે, અને તેથી તેઓ આલેચના આદિના જે વિકલ્પ ઉઠાવે છે તે તદ્દન અસિદ્ધ છે.
અપરીક્ષક અથવા ચોરાદિ મનુષ્યોના હાથમાં રહેલી રત્નસંયુક્ત તામ્રાદિ વસ્તુઓ કેવળ તામ્રાદિની કિંમતે મળી જાય છે, પણ બીજાના હાથમાં રહેલી મળતી નથી. શ્રી લલિતવિસ્તરાટિપ્પનકમાં કહ્યું છે કે-જે દેશમાં પરીક્ષક હોતા નથી, તે દેશમાં સમુદ્રમાં ઉત્પન્ન થયેલાં રત્નોની કાંઈ કિંમત અંકાતી નથી. ભરવાડની પલ્લીમાં ગોવાળીયાઓ ચંદ્રકાન્ત જેવા મણીનું મૂલ્ય ફક્ત ત્રણ કેડી જ કહે છે.”
મતલબ એ છે કે-જે અપર્વતિથિ પર્વતિથિ યુક્ત હોય તે તેને કેવળ અપર્વતિથિની નજરે જેવી એ અયોગ્ય છે. દા.
ગાથા ૭ મીઃ વિશેષ સમર્થન પૂર્વે કહેલી યુક્તિના સામાન્ય ન્યાયને અનુસરતી બીજી ગાથા કહે છે४८-"नार्यन्ति रत्नानि समुद्रजानि, परीक्षका यत्रन सन्ति देशे। आभीरघोषे किल चन्द्रकान्तं, त्रिभिर्वराटैःप्रवदन्ति गोपाः॥"
(પૃ. ૭)