________________
ગાથા પ મ ] પ્રમાણે ઔદયિક ચોથની વિરાધના ચલાવી લેવાશે. એથી શું કામ ડરે છે ?
પરંપરા કેવી માનવી? (ઉત્તર)-જે વસ્તુ શાસ્ત્રાધારથી દૂષિત છે, તે વસ્તુની પરંપરા એ વાસ્તવિક પરંપરા જ નથી. અશઠ ગીતાર્થ પુરૂ
થી આચરાયેલી, સ્વઅજ્ઞાનાદિ દોષથી જેમાં સિદ્ધાંતને લેશ પણ વિરોધ આવતે ન હોય, તેવી શાસ્ત્રાધારવાળી પરંપરા તીર્થંકર મહારાજની આજ્ઞાવત્ માન્ય કરવા ગ્ય છે. જેમ પંચમીની ચોથ વિગેરે.
કેટલીક પરંપરા એવી પણ હોય છે કે-જે કાળે કરીને કારણિક ઠરાવી હોય, છતાં તેમાં શાસ્ત્રને બાધ ન હોય. તેવી પરંપરા કારણ દૂર થતાં દૂર થઈ જાય છે. એમાં પરંપરાને કશો ભંગ થતો નથી. જેમ હાલમાં કપડાં પીળાંને બદલે ધોળાં રખાય છે તેમ.
કેટલીક એવી હોય છે કે-જે શાસ્ત્રાધારથી દૂષિત હવા ઉપરાંત કાળે કરીને નવા દેને જન્મ આપવામાં કારણભૂત થનારી હોય છે. તેવી મૂળ વસ્તુને જ હાનિ પહોંચાડનારી પરપરાએ તે રોગની માફક જ્યારે જાગે ત્યારે તુરતજ કાઢવા
ગ્ય હોય છે. જેમકે-હાલમાં ચાલતી પુનમના ક્ષયે તેરસને ક્ષય કરવાની પ્રથા.
આ પ્રથા સ્વયં દૂષિત છે અને પાંચમના ક્ષયે ત્રીજને ક્ષય કરવા રૂપ નવા દેને જન્મ આપવામાં કારણભૂત બને છે. એવી પરંપરાઓને લેપ કરવામાં પાપ નથી. પણ