________________
[તત્ત્વતરે mm કાકિણું લેવા ગયા ત્યારે તે ચાઉ થઈ ગયા હતા. ભીખારીની મુડી પણ ગઈ. સાથે તે જાતે રહ્યો હતે. એક કાકિણી ખાતર ભીખારીની આ ભયંકર હાલત થઈ. ન રહી કાકિણ, ન રહી મુડી અને જંગલમાં જીવનના સ દેહ વચ્ચે રઝળી પડ.
કથા ઉપનય ભાગ્યવાન ! આ કથાસંબંધ નાનકડે છે પણ બેધક ઘણે છે. તમે પાંચમ રાખવા માટે ત્રીજને દિવસે ચોથ કલ્પિત કરીને સંવત્સરી કરતા હોવાથી, અસલ ચોથરૂપી મુડીમાંથી ભ્રષ્ટ થાઓ છે; અને એથને દિવસે મુખ્ય ચોથ કરવી જોઈએ તેને બદલે તમે પાંચમ કરે છે, એથી વાસ્ત. વિક રીતે પાંચમથી પણ ભ્રષ્ટ થાઓ છે, “ઔદયિક ચૌદશની માફક ઔદયિક ચોથ માન્ય રાખીને, તેમાં ક્ષીણ પંચમીને અંતર્ભાવ કરી લે” –એવી શાસ્ત્રની આજ્ઞા છે. પુનમના ક્ષયે તેરસના ક્ષયની માફક પાંચમના ક્ષયે ત્રીજને કિવા ચોથને ક્ષય માનનારા આ આજ્ઞા પ્રમાણે વર્તતા નથી, તેથી તેઓ આજ્ઞારૂપી સાર્થથી પણ ભ્રષ્ટ થાય છે. ચોરવ્હાપદાદિના ભયવાળા જંગલ સમાન આ ભયંકર સંસાર છે. ભીખારી તુલ્ય આજ્ઞા છેડનારે જીવ છે. આ ઉપનય અમે હિતબુદ્ધિથી જણાવ્યું છે. આજ્ઞા આધી મૂકવાથી વિચાર કરો કે–એ ગરીબ ભીખારીના જેવી ભયંકર દશા થાય છે કે નથી થતી ? ભવભીરૂ આત્માઓનું કર્તવ્ય છે કે પરમાત્માની આજ્ઞાના ચીલે
૪૫–આ કથાસંબંધ શ્રી અધ્યાત્મકલ્પકુમ, મુ. પૃ. ૬૧, ગાથા ૧૩૭ની ટીકામાંથી લીધો છે.