________________
૯૦
અર્થ -હે જીવ! તે ખેતી વ્યાપારાદિ અનેક પ્રકારન આરંભ કરી, કૂડ કપટ પ્રપંચાદિ અનેક પ્રકારના અનર્થો કરી, નીચસેવાદિ અનેક પ્રકારનાં કાર્યો કરી, અને પરદેશભ્રમણાદિ અનેક પ્રકારનાં જોખમ ખેડી મહા પરિશ્રમે ધન ઉપાર્જન કર્યું, પરંતુ તે ધનને સ્વજન–સગા સંબંધીઓ વિલસે છે–ભોગવે છે. એટલે તે ધનનું ફળ તે તેઓ ભોગવે છે. પણ તે દ્રવ્ય ઉપાર્જન કરતાં બાંધેલા અનેક પ્રકારનાં પાપકર્મો તે તારે જ ભોગવવા પડે છે, તેઓ કેઈ ભોગવવા આવતા નથી. માટે હે આત્મન્ ! કાંઈક સમજ. બીજાઓને માટે પાપના પોટલા બાંધી દુઃખી ન થા, અને ન્યાયથી ધન ઉપાર્જન કરી યથાશક્તિ ધર્મકાર્યોમાં તેને વ્યય કર, કે જેથી તારે પરિશ્રમ ફલીભૂત થાય. ૨૮. अह दुक्खिआई तह, भुक्खिाइ जह चिंतिआई डिभाई। तह थोपि न अप्पा, विचिंतिओ जीव किं भणिमो ॥२९॥
અથ હે જીવ તે મૂઢ બની “અરે! આ મારા બાળક દુખ્યા છે, ભૂખ્યા છે, વ રહિત છે” ઈત્યાદિ રાત્રિ દિવસ ચિન્તવન કર્યું, તેઓને પડતી અગવડે ટાળવા ઈલાજે લીધા. પણ તે તારા આત્માની છેડી પણ ચિંતા કરી નહીં કે મેં મારા આત્માનું શું સાર્થક કર્યું? કેવલ રાત્રિ-દિવસ પરભાવમાં જ મગ્ન રહ્યો. તે મૂઢ બન્યા છે ! તને કેટલે ઉપદેશ આપીએ ? વધારે શું કહીએ ? ૨૦. खणभंगुरं सरीरं, जीवो अन्नो अ सासयसरूवो । कम्मवसा संबंधो, निबंधो इत्थ को तुज्झ ॥३०॥