________________
मा जाणसि जीव ! तुमं, पुत्तकलत्ताइ मज्झ सुहहेऊ । निउणं बंधणमेयं, संसारे संसरंताण ॥२१॥
અર્થ-હે જીવ! તું આ સંસારને વિષે એકાંતે દુઃખના હેતુ જે પુત્ર સ્ત્રી મિત્રો વિગેરેને સુખના હેતુ જાણ નહીં, કારણ કે સંસારમાં ભ્રમણ કરતા ને એ પુત્ર શ્રી મિત્ર વિગેરે સગા સંબંધીઓ આકરા સંસારબંધનનું કારણ થાય છે પણ સંસારમાંથી છોડાવતા નથી. માટે તે સંસાર. બંધન કરાવનારા સગા સંબંધીઓમાં મમત્વ ભાવ નહીં રાખતા કર્મબંધનથી મુક્ત કરનાર ધર્મમાં દઢબુદ્ધિ કર. ૨૧ जणणी जायइ जाया, जाया माया पिआ य पुत्तो अ। अणवत्था संसारे. कम्मवसा सव्वजीवाणं ॥२२॥
અર્થ-આ સંસારમાં કર્મવશથી જીવોની અવ્યવસ્થા છે, એટલે એક જ પ્રકારની સ્થિતિ રહેતી નથી. કારણ કે –જે આ ભવમાં માતા હોય છે તે ભવાનરમાં શી પણ થાય છે, વળી જે સ્ત્રી હોય છે તે ભવાનરમાં માતારૂપે થાય છે, પિતા હોય તે ભવાનરમાં પુત્રરૂપે ઉત્પન્ન થાય છે, અને પુત્ર હેય છે તે ભવાનરમાં પિતારૂપે થાય છે, આ પ્રમાણે સંસારનું અનિયમિતપણું છે. સર્વ જીવે કર્મને વશ થઈ ભિન્નભિન્નરૂપે અવતાર લે છે, અને મોહાંધ થઈ મારું મારું કરે છે, પણ સમજતા નથી એક જ જાતની સ્થિતિ રહેવાની નથી. માટે હે જીવ! તારી ચલ સ્થિતિને વિચાર કર, અને સંસારની જૂઠી માયા અને મમત્વ ત્યાગી ધર્મયાન ચૂક નહીં. ૨૨,