________________
અર્થ -નામતીર્થ, સ્થાપનાતીર્થ, દ્રવ્યતીર્થ અને ભાવતીર્થ. એ પ્રમાણે તીર્થના મુખ્ય ચાર ભેદ છે. તે એકેકના પણ અનેક પ્રકારે છે એમ સમજવું. (૧૫)
દ્રવ્યતીર્થની વ્યાખ્યા. दाहोवसमं तहाइ, छेयणं मलप्पवाहणं चेव । तिहि अत्थेहि निउत्तं, तम्हा तं दव्यओतित्थं ॥११६॥
અથડ–દાહને શાન્ત કરે, તૃષાને છેદવી અને મેલને ટાળવે, એ ત્રણ અર્થોથી યુક્ત હોવાથી, અર્થાત્ એ ત્રણ કાર્યો કરનાર હોવાથી તેને “ દ્રવ્યતીર્થ' કહેવાય છે. (૧૧૬)
એ જ અર્થમાં ભાવતીર્થનું સ્વરૂપ, कोहंमि उ निग्गहिए, दाहस्सुवसामणं हवा तित्थं । लोहंमि उ निग्गहिए, तहाए छेयणं होई ॥११७॥ अट्ठविहं कम्मरय, बहुभवेहिं उ संचियं जम्हा । तवसंजमेण धोवइ, तम्हा तं भावओ तित्थं ॥११८॥
અથ -જેનાથી ક્રોધનો નિગ્રહ કરવારૂપ અંતરના દાહને ઉપશમ થાય તે તીર્થ કહેવાય, જેનાથી લોભને નિગ્રહ કરવારૂપ તૃષ્ણાને છેદ થાય તે તીર્થ કહેવાય, અને ઘણું ભનાં એકઠાં કરેલાં આઠ પ્રકારનાં કર્મોરૂપ રજ તપ અને સંયમે કરીને દેવાઈ જાય–દૂર થાય, તેથી તેને ભાવતીર્થ કહીએ. અર્થાત્ જળાશયે દ્રવ્યતીર્થ છે. અને તપ-સંયમરૂપ ધર્મ એ ભાવતીર્થ છે. (૧૧૭–૧૧૮)