________________
૨૧
નોંધ –શાસ્ત્રમાં કહેલું છે કે-એક જ વખતના મૈથુન સેવનથી સ્ત્રીની યોનિમાં નવલાખ ગર્ભજ અને અસંખ્યાતા સંમઇિમ મનુષ્યો તથા લાખ બેઈન્દ્રિય જીવો ઊપજે છે, તેમાંથી એક યા બે ગર્ભ જ મનુષ્ય ગર્ભરૂપે કોઈ વખત જ જીવતા રહી જન્મ લઈ શકે છે, બાકીના બધા ગર્ભ જ સંમૂછિમ મનુષ્ય તથા બેઈન્દ્રિય જીવોને નાશ થાય છે.
શ્રી પન્નવણુસૂત્રની સાક્ષી. असंखया थीनरमेहुणाओ, मुच्छंति पंचिदिय माणुसाओ। निसेसअंगाणविभत्तिचंगे, भणई जिणो पनवणाउवंगे ॥८७॥
અથ–સ્ત્રી અને પુરુષના એક વખતના સંગથી અસંખ્યાતા સંમૂછિમ પંચેન્દ્રિય મનુષ્ય ઉત્પન્ન થાય છે. એમ સર્વ અંગસૂત્રોના અર્થનું જેમાં વિવરણ છે તે ઉત્તમ શ્રી પન્નવણું ઉપાંગને વિષે શ્રીજિનેશ્વર ભગવંતે કહ્યું છે. (૮૭) દારૂ, મધ, માંસ અને માખણ એ ચારમાં
ઉત્પન્ન થતા જીનું વર્ણન. मजे महुंमि मंसंमि, नवणीयंमि चउत्थए । उप्पजति असंखा, तव्वना तत्थ जंतुणो ॥८॥
અથ - મદિરામાં, મધમાં, માંસમાં અને ચોથા માખણમાં તેના વર્ણ સરખા વર્ણ (રંગ) ના અસંખ્ય જતુઓ ઉત્પન્ન થાય છે. (૮૮)
નોંધ:-વર્તમાનમાં માખણ તથા બેરાત્રિ ઉપરના દહીંમાં પ્રત્યક્ષ ઘણુ જ છે હોય છે, એમ યંત્ર (માઈ ક્રોસ્કોપ)થી પણ પુરવાર થયું છે..