________________
૨૮
તેણે ઘણું ઘણું જ્ઞાન મેળવ્યું હોય, તે પણ તે કંઈ પણ (લાભ) કરી શકતું નથી. (૭૭) સદાચારીને થોડું પણ જ્ઞાન ઘણે ઉપકાર કરે છે. अप्पपि सुअमहीअं, पयासग होई चरणजुत्तस्स । इक्कोवि जह पईवो, सचक्खुअस्स पयासेई ॥७८।।
અર્થ :-જેમ દેખતા મનુષ્યને માત્ર એક દીપક પણ પ્રકાશ આપે છે, તેમ ચારિત્રયુક્ત પુરુષને થડે પણ શ્રુતાભ્યાસ આત્મામાં પ્રકાશ કરે છે. (૭૮)
શ્રાવકની અગિયાર પડિમાઓનાં નામ. दसण वय सामाइय, पोसह पडिमा अबंभ सञ्चित्ते । आरंभ पेस उद्दिटु-वज्जए समणभूए अ ॥७९॥
અર્થ -૧. સમકિતપ્રતિમા, ૨. વ્રતપ્રતિમા, ૩. સામાયિકપ્રતિમા, ૪. પૌષધપ્રતિમા, ૫. કાયોત્સર્ગપ્રતિમા, ૬. અબ્રહ્મવર્જનપ્રતિમા, ૭. સચિત્તવર્જનપ્રતિમા, ૮. આરંભવર્જનપ્રતિમા, ૯. પ્રેગ્યવર્જનપ્રતિમા, ૧૦. ઉદ્દિષ્ટવર્જનપ્રતિમા અને ૧૧. શ્રમણભૂતપ્રતિમા. એમ ઉત્તમ શ્રાવકને એ અગિયાર પડિમાએ (અભિગ્રહ) કહેલા છે. (૭૯)
શ્રાવક કોને કહેવાય ? संपत्तदंसणाई, पईदियह जइजणाओ निसुणेई । सामायारिं परमं, जो खलु तं सावगं विति ॥८॥