________________
અને નિમિત્ત (ભૂત-ભવિષ્ય) કહીને જીવે છે, તે પાપ સાધુ કહેવાય છે. (૭૧)
વળી દૂધ, દહીં અને વૃતાદિક વિગઈઓને જે નિષ્કારણ વારંવાર વાપરે અને તપકર્મ (સાધુતાની સાધના) ન કરે, તેને પાપશ્રમણ કહેવામાં આવે છે. (૭૨)
પાંચ પ્રમાદનાં નામે તથા તેનું ફળ. मजं विसयकसाया, निदा विकहा य पंचमी भणिया। ए ए पंच पमाया, जीवं पाडेंति संसारे ॥७३॥
અર્થ - સુરાપાન અથવા આઠ પ્રકારનો મદ, વિષયેનું સેવન, કષાયે, નિદ્રા અને પાંચમી વિકથા એ પાંચ પ્રમાદે જીવને સંસારને વિષે ડૂબાડે છે. (૭૩) .
નિદ્રાથી થતી હાનિ. जइ चउदसपुव्वधरो, वसई निगोएसुऽणतयं कालं । निद्दापमायवसओ, ता होहिसि कह तुम जीव ! ॥७४॥
અથ - જો એક નિદ્રારૂપ પ્રમાદના વશથી ચૌદ પૂર્વધર જેવા પણ નિદને વિષે અનંત કાળ રહે છે, તે હે જીવ! તારું શું થશે? અર્થાત્ તું જે પ્રમાદને વશ પડ્યો તે સંસારથી છૂટી શકીશ નહિ. (૭૪)
જ્ઞાન અને ક્રિયાની સાપેક્ષતા ઢાં ના શિયાળું, સૂવા વત્રાનો વિચાર पासंतो पंगुलो दडढो, धावमाणो अ अंधओ ॥७५।।