________________
૧૪
અર્થ ગૌતમસ્વામી પ્રત્યે શ્રી વીર ભગવંત કહે છે કે હે ગૌતમ! સુખશીલિયા અર્થાત્ પૌગલિક સુખના અર્થી સ્વેચ્છા મુજબ વર્તવાવાળા (સદાચાર વિમુખ), મેક્ષમાર્ગના વૈરી (ધર્મદ્રોહી) અને તેથી જિનાજ્ઞાભ્રષ્ટ (જિનવચનના લેપક) એવા ઘણા લેકને સમૂહ હેય તે પણ તેને “શ્રી સંઘ ન કહેવો. (૩૬)
પૂજ્ય શ્રીસંઘ' કોને કહેવાય? एगो साहू एगो य साहुणी, सावओ वि सड्ढी वा। રાજુ સો, સેસો દિલવાળો રૂ૭ | निम्मलनाणपहाणो, दंसणजुत्तो चरित्तगुणवंतो । तित्थयराण य पुज्जो, वुचइ एयारिसो संघो ॥३८॥
અર્થ-જે જિનાજ્ઞાએ કરીને યુક્ત હોય, તેવા એક સાધુ, એક સાધવી, એક શ્રાવક અને એક જ શ્રાવિકા હેય તે પણ તેને સંઘ કહેવાય. બાકી (ઉપર કહ્યા તેવા સુખશીલિયા વગેરેનો) સમૂહ ઘણે હોય તે પણ તે હાડકાંને સમૂહ જાણ. (કારણ કે ધર્મરૂપ પ્રાણ વિનાનાં તે હાડકાં જ ગણાય). (૩૭)
તથા નિર્મળ એટલે સમ્યગ જ્ઞાનની જય (જેના જીવનમાં) પ્રધાનતા છે, જે સમ્યમ્ દશનથી યુક્ત છે અને જે સમ્યગૂ ચારિત્ર ગુણવાળો છે (એમ જે સમ્યગ જ્ઞાન-દર્શન અને ચારિત્રરૂપ મોક્ષમાર્ગને આરાધક છે, આધાર છે) એ શ્રીસંઘ તે શ્રી તીર્થકરોને પણ પૂજ્ય કહેવાય છે. (૩૮)