SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ (૪) અસત્યઅમૃષા વચનયોગ :- ‘હે દેવદત્ત ! ઘડો લાવ, ધર્મ કર.’ વગેરે આમંત્રણ, સમજાવવા વગેરે રૂપ કહેવું તે અસત્યઅમૃષા વચનયોગ. ૦ ૭ પ્રકારના કાયયોગ : (૧) ઔદારિક કાયયોગ :- ઔદારિક શરીરથી થતી પ્રવૃત્તિ તે ઔદારિક કાયયોગ. (૨) ઔદારિકમિશ્ર કાયયોગ :- મનુષ્યો અને તિર્યંચોને ઉત્પત્તિના પ્રથમ સમયથી ઔદારિક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી ઔદારિક અને કાર્યણ શરીરોની ભેગી પ્રવૃત્તિ તે ઔદારિકમિશ્ર કાયયોગ. (૩) વૈક્રિય કાયયોગ ઃ- વૈક્રિય શરીરથી થતી પ્રવૃત્તિ તે વૈક્રિય કાયયોગ. (૪) વૈક્રિયમિશ્ર કાયયોગ :– દેવતા અને નારકીને ઉત્પત્તિના પ્રથમ સમયથી વૈક્રિય શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈક્રિય અને કાર્યણ શરીરોની ભેગી પ્રવૃત્તિ તે વૈક્રિયમિશ્ર કાયયોગ. (૫) આહારક કાયયોગ :- આહારક શરીરથી થતી પ્રવૃત્તિ તે આહારક કાયયોગ. (૬) આહારકમિશ્ર કાયયોગ :- આહારક શરીર કરનારા ૧૪ પૂર્વધર મુનિભગવંતોને આહારક શરીર પૂર્ણ ન થાય ત્યાં સુધી આહારક અને ઔદારિક શરીરોની ભેગી પ્રવૃત્તિ તે આહારકમિશ્ર કાયયોગ. (૭) કાર્મણ કાયયોગ :- તેજસ-કાર્મણ શરીરોથી થતી પ્રવૃત્તિ તે કાર્યણ .કાયયોગ. છ ૧૫ પ્રકારની સંજ્ઞા ર (૧) આહારસંશા :- ખાવું તે. તે ક્ષુધાવેદનીય કર્મના ઉદયથી થાય છે. જલ વગેરે આહારને ગ્રહણ કરનારા ઘાસની જેમ. (2) ભયસંજ્ઞા :- ભય પામવો તે. તે ભયમોહનીય કર્મના ઉદયથી થાય છે. સંકોચિની વેલડીની જેમ. : (૩) મૈથુનસંજ્ઞા મૈથુન સેવવું તે. તે વેદમોહનીય કર્મના ઉદયથી થાય છે. ચંપક, તિલક, અશોક વગેરેની જેમ. ૧૫ પ્રકારની સંજ્ઞા ...૮૨...
SR No.022237
Book TitleGurugunshat Trinshtshatrinshika Kulak
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year2014
Total Pages258
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy