________________
(૧૭) સત્તરમી છબીશી) ૧૪ ગુણઠાણાઓમાં હોંશિયાર ૧૪ પ્રતિરૂપ વગેરે ગુણોવાળા
૮ સૂક્ષ્મોનો ઉપદેશ આપનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
૧૪ ગુણઠાણા જ (૧) મિથ્યાદષ્ટિ ગુણઠાણું - ભગવાને કહેલા જીવાદિ પદાર્થોની શ્રદ્ધા
ન કરવી, ખોટી શ્રદ્ધા કરવી, વિપરીત પ્રરૂપણા કરવી, શંકા કરવી, અનાદર કરવો તે મિથ્યાત્વ. તે જેનામાં હોય તે મિથ્યાષ્ટિ. તેનું ગુણઠાણું તે મિથ્યાદષ્ટિ ગુણઠાણું. સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણઠાણું - ઉપશમસમ્યત્વથી પડીને મિથ્યાત્વે જનારાને અનંતાનુબંધી કષાયોનો ઉદય થયો હોય પણ મિથ્યાત્વમોહનીયનો ઉદય ન થયો હોય ત્યારે તે સમ્યત્ત્વના કંઈક
સ્વાદને અનુભવતો હોવાથી તેને જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી ૬ આવલિકા સુધી સાસ્વાદન સમ્યગ્દષ્ટિ ગુણઠાણું હોય. સમ્યમિથ્યાષ્ટિ ગુણઠાણું - જેમ ગોળ અને દહીંનું મથન કરવા પર મિશ્ર થઈ જાય છે તેમ બન્ને દૃષ્ટિવાળા જીવનું ગુણઠાણું તે સમ્યમિથ્યાદૃષ્ટિ ગુણઠાણું (મિશ્ર ગુણઠાણું). તેને જિનેશ્વર ભગવંતે કહેલા તત્ત્વો ઉપર શ્રદ્ધા કે આશ્રદ્ધા હોતી નથી. અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણઠાણું - ત્રણ પ્રકારમાંથી એક પ્રકારનું સમ્યકત્વ હોય પણ અપ્રત્યાખ્યાનાવરણીય કષાયમોહનીયકર્મના ઉદયથી અલ્પ પણ વિરતિને સ્વીકારી ન શકે તે અવિરતિસમ્યગ્દષ્ટિ. તેનું
ગુણઠાણું તે અવિરતિસમ્યગ્દષ્ટિ ગુણઠાણું. (૫) દેશવિરતિ ગુણઠાણું - દેશથી વિરતિને સ્વીકારે પણ પ્રત્યાખ્યાના
વરણીય કષાયમોહનીયકર્મના ઉદયથી સર્વથી વિરતિને સ્વીકારી ન શકે તે દેશવિરતિ. તેનું ગુણઠાણું તે દેશવિરતિ ગુણઠાણું.
૧૪ ગુણઠાણા
...૭૭...