________________
ફુલક' નામના પ્રસ્તુત ગ્રંથમાં ગુરુના ગુણોની આવી છત્રીશ છત્રીશીઓ બતાવી છે. સંબોધપ્રકરણમાં શ્રીહરિભદ્રસૂરિ મહારાજે ગુરુના ગુણોની ૪૫ જેટલી છત્રીશીઓ બતાવી છે. સમ્યક્ત્તપ્રકરણમાં અને પ્રવચનસારોદ્ધારમાં પણ ગુરુના ગુણોની અમુક છત્રીશીઓ બતાવી છે.
વીશસ્થાનકની પૂજામાં શ્રીલક્ષ્મીસૂરિ મહારાજે કહ્યું છે કે - ‘બારસે છઠ્ઠું ગુણે ગુણવંતા, સોહમ જંબૂ મહંતા; આયરિયા દીઠે તે દીઠા, સ્વરૂપ સમાધિ ઉલ્લસંતા.’ સમ્યક્ત્વસમતિકાની ૩૮મી ગાથાની ટીકામાં કહ્યું છે,
‘आचार्यः षण्णवत्यधिकद्वादशशतगुणालङ्कृतः ।' આચાર્ય બારસો છન્નુ ગુણોથી અલંકૃત હોય છે. મોક્ષે જવા માટે ગુરુબહુમાન એ અસાધારણ કારણ છે. એના વિના મોક્ષ શક્ય નથી. ગુરુબહુમાનથી પરમાત્માનો સંયોગ થાય છે. પરમાત્માનો સંયોગ થવાથી અવશ્ય મોક્ષ થાય છે. પંચસૂત્રમાં કહ્યું
‘આયો ગુરુવકુમાળો, અવંદ્ભજળસેળ ।
अओ परमगुरुसंजोगो, तओ सिद्धी असंसयं ।'
-
ગુરુના ગુણોનું જ્ઞાન થવાથી ગુરુ પ્રત્યેનું બહુમાન વધે છે. માટે આપણા હૃદયમાં ગુરુબહુમાનને વધારવા પ્રસ્તુત ગ્રંથમાં ગ્રંથકારે ગુરુના ગુણોની છત્રીશ છત્રીશીઓ બતાવી છે, એટલે કે ગુરુના ૧,૨૯૬ ગુણો બતાવ્યા છે.
આ મૂળગ્રંથ પ્રાકૃત ભાષામાં રચાયો છે. તેની ૪૦ ગાથાઓ છે.
આ ગ્રંથના રચયિતા બૃહદ્ગચ્છમાં થયેલા શ્રીદેવસૂરિ મહારાજની પરંપરામાં થયેલા શ્રીજયશેખરસૂરિ મહારાજના શિષ્ય શ્રીવ્રજસેનસૂરિ મહારાજના શિષ્ય શ્રીરત્નશેખરસૂરિ મહારાજ છે. તેઓ શ્રીહેમતિલકસૂરિ મહારાજની પાટે બિરાજમાન હતા. તેઓ વિક્રમની ૧૫મી સદીમાં થયા હતા. તેમણે પ્રસ્તુત ગ્રંથ સિવાય શ્રીપાલકથા, ગુણસ્થાનક્રમારોહ, ક્ષેત્રસમાસ વગેરે ગ્રંથો રચ્યા છે.
આ મૂળગ્રંથના રહસ્યોને સમજાવવા ગ્રંથકારે સંસ્કૃતભાષામાં સુંદર વિવૃતિ પણ રચી છે. તે ૧૩૦૦ શ્લોક પ્રમાણ છે. તેમાં તેમણે મૂળગાથાઓના