________________
(૭) પાત્રકધાવન :- ભોજન પછી સ્વચ્છ પાણીથી ત્રણ વાર પાત્રા ધુવે.
પછી પચ્ચખ્ખાણ લે. (૮) વિચાર :- ત્યાર પછી સંજ્ઞાનું સુત્સર્જન કરવા બહાર ઈંડિલભૂમિએ
જાય. સ્પંડિલ - સાંજે માતૃવિસર્જન માટે વસતિની અંદર ૬ સ્વડિલભૂમિવસતિની બહાર ૬ સ્પંડિલભૂમિ, મલવિસર્જન માટે વસતિની અંદર ૬ સ્પંડિલભૂમિ – વસતિની બહાર ૬ સ્પંડિલભૂમિ અને કાલગ્રહણ
માટે ૩ ભૂમિ - એમ કુલ ર૭ અંડિલભૂમિ જુવે. (૧૦) આવશ્યકાદિ :- આવશ્યક, કાલગ્રહણ વગેરે કરવા તે.
જી ૧૦ પ્રકારના ચિત્તસમાધિસ્થાનો જ (૧) સ્ત્રી-પશુ-નપુંસકથી સંસક્ત શયન-આસનને વર્જવા. (૨) સ્ત્રીને કથા ન કહેવી. (૩) પ્રણીત (ઘીથી લચપચ) આહાર ન કરવો. (૪) અતિ ઘણો આહાર ન કરવો. (૫) પૂર્વક્રીડાનું સ્મરણ ન કરવું. (૬) સ્ત્રી બેઠી હોય ત્યાં બે ઘડી સુધી ન બેસવું. (૭) સ્ત્રીના અંગોપાંગ ન નીરખવા. (૮) શબ્દ, રૂપ, ગંધમાં આસક્ત ન થવું. (૯) યશ-કીર્તિની અપેક્ષા ન રાખવી. (૧૦) સાતાસુખમાં આસક્ત ન થવું. '
જી ૧૬ કષાયો જ કષાયો ૪ પ્રકારના છે. તે આ પ્રમાણે - (૧) ક્રોધ :- અપ્રીતિ, અરુચિ. ક્રોધથી પ્રીતિનો નાશ થાય છે. (૨) માન :- સ્વઉત્કર્ષ, પરઅપકર્ષ. માનથી વિનયનો નાશ થાય છે. (૩) માયા - અંદરથી જુદું, બહારથી જુદું. માયાથી મિત્રો દૂર થાય છે. (૪) લોભ - તૃષ્ણા, આસક્તિ. તૃષ્ણા એટલે કે ન હોય તે મેળવવાની
૧૦ પ્રકારના ચિત્તસમાધિસ્થાનો, ૧૬ કષાયો
• ૫૬..