________________
(૬) છઠી છત્રીશી ) ૮ પ્રકારના જ્ઞાનાચારથી યુક્ત ૮ પ્રકારના દર્શનાચારથી યુક્ત ૮ પ્રકારના ચારિત્રાચારથી યુક્ત ૮ પ્રકારના આચારવાન વગેરે ગુણોથી યુક્ત
૪ પ્રકારની બુદ્ધિથી યુક્ત કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
છ ૮ પ્રકારના જ્ઞાનાચાર જ (૧) કાળ :- કાળે ભણવું, અકાળે ન ભણવું. ધમકનું દૃષ્ટાંત, સાધુનું
દૃષ્ટાંત. ધમક (શંખ ફૂંકનાર)નું દૃષ્ટાંત :- શાલીગ્રામમાં એક ખેડૂત સાંજથી સવાર સુધી ખેતરનું રક્ષણ કરે. શંખ વગાડીને દુષ્ટ જીવોને દૂર કરે. એકવાર ચોરો ગોધન ચોરી તેના ખેતર પાસે આવ્યા. ખેડૂતે શંખ વગાડ્યો. શંખનો અવાજ સાંભળી ચોરો ગાયો છોડી ભાગ્યા. ખેડૂતને ગોધનનો લાભ થયો. ફરી એકવાર ચોરો ગાય ચોરી ખેતર પાસે આવ્યા. ત્યારે ખેડૂતે શંખ વગાડ્યો. ચોરો વિચારે છે, “આ કોક દુષ્ટ માણસ જીવોને ભગાડવા શંખ વગાડે છે. ગયા વખતે આપણે ફોગટ ગાયો છોડી ભાગી ગયા.” ચોરોએ ખેતરમાં પેસી ખેડૂતને માર્યો. તેનું બધું લુટી લીધું. ચોરો ભાગી ગયા. સવારે ગામ લોકોએ ખેડૂતને પૂછ્યું. ખેડૂતે બધું જણાવ્યું. લોકો બોલ્યા, “અકાળે શંખ ન ફેંકવો.”
જેમ ખેડૂતે અકાળે શંખ ફંક્યો તો ચોરો તેને લૂંટી ગયા, તેમ અકાળે સ્વાધ્યાય કરવાથી દુષ્ટ દેવતા છળી જાય છે. સાધુનું દૃષ્ટાંત - એક સાધુ સાંજનું કાલગ્રહણ લઈને પહેલો પ્રહર પસાર થઈ ગયા બાદ પણ ઉપયોગ ન રહેવાથી કાલિક શ્રુતનો પાઠ કરતા હતા. સમ્યગ્દષ્ટિ દેવે વિચાર્યું, “બીજો હલકો દેવ આ સાધુને
૮ પ્રકારના જ્ઞાનાચાર
.૨૯..