________________
અથવા, ત્રીજી રીતે પ્રતિક્રમણના ૫ પ્રકાર છે. (I) દેવસી પ્રતિક્રમણ. (i) રાઈ પ્રતિક્રમણ. (iii) પષ્મી પ્રતિક્રમણ. (i) ચોમાસી પ્રતિક્રમણ. (0) સંવત્સરી પ્રતિક્રમણ. પહેલા અને છેલ્લા ભગવાનના સાધુઓએ રોજ પ્રતિક્રમણ કરવાનું હોય છે. વચ્ચેના બાવીશ ભગવાનના સાધુઓએ કારણે (દોષ લાગે ત્યારે) પ્રતિક્રમણ કરવાનું હોય છે. કાઉસ્સગ :- તેના બે પ્રકાર છે - I) ચેષ્ટાનો કાઉસ્સગ્ન :- પ્રતિક્રમણ વગેરેમાં કરાતો કાઉસ્સગ્ન
તે ચેષ્ટાનો કાઉસ્સગ્ન. તે રાઈ પ્રતિક્રમણમાં ર લોગસ્સનો, દેવસી પ્રતિક્રમણમાં ૪ લોગસ્સનો, પક્નીપ્રતિક્રમણમાં ૧૨ લોગસ્સનો, ચોમાસી પ્રતિક્રમણમાં ૨૦ લોગસ્સનો અને સંવત્સરી
પ્રતિક્રમણમાં ૪૦ લોગસ્સ અને ૧ નવકારનો હોય છે. (I) અભિભવનો કાઉસ્સગ્ન :- કર્મક્ષય માટે કરાતો કાઉસ્સગ્ગ તે
અભિભવનો કાઉસ્સગ. તે ઉત્કૃષ્ટથી ૧ વરસનો હોય છે અને
જઘન્યથી અંતર્મુહૂર્તનો હોય છે. (૬) પચ્ચખાણ :- તેના બે પ્રકાર છે - (I) મૂલગુણપચ્ચખાણ :- તે સાધુને ૫ પ્રકારે છે - ૫ મહાવત,
શ્રાવકને ૧૨ પ્રકારે છે - ૧૨ વ્રત. (i) ઉત્તરગુણપચ્ચખાણ :- તે સાધુને અને શ્રાવકને નવકારશી વગેરે અનેક પ્રકારે છે.
જી ૬ પ્રકા૨ના દ્રવ્યો જ (૧) ધર્માસ્તિકાય :- જીવ અને પુદ્ગલને ગતિમાં સહાય કરનારું દ્રવ્ય
તે ધર્માસ્તિકાય. તે ચોદરાજલોકવ્યાપી દ્રવ્ય છે.
૨૨..
૬ પ્રકારના દ્રવ્યો