________________
(૩૧) એકત્રીશમી છત્રીશી
૩૦ પ્રકારના મોહનીયના બંધસ્થાનોને નિવારનારા ૬ પ્રકારના અંદરના શત્રુઓને નિવારનારા કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો.
0 30 પ્રકારના મોહનીયના બંધસ્થાનો ભ મોહનીયકર્મ બાંધવાના કારણો તે મોહનીયના બંધસ્થાનો. તે ૩૦ છે – (૧) ક્રૂરતાથી પાણીમાં ડુબાડીને સ્ત્રી વગેરે ત્રસ જીવોને હણવા. (ર) હાથથી કે કપડા વગેરેથી બીજાનું મુખ બંધ કરીને નિર્દયપણે તેમને મારી નાખવા.
(૩) રોષથી ચામડાની લીલી વાધર વગેરેથી મસ્તકે વીંટીને જીવોને મારી
નાખવા.
(૪) ક્રૂરતાથી મસ્તકે કુહાડી, હથોડો, ઘણ વગેરે મારીને માથું વગેરે ફોડીને જીવોને મારી નાખવા.
(૫) સંસારસમુદ્રમાં ડૂબતા પ્રાણીઓનું રક્ષણ કરવામાં સમર્થ ધર્મના નાયકગણધર, આચાર્ય વગેરેને હણવા.
(૬) છતે સામર્થ્ય કઠોર પરિણામથી ગ્લાનની ઔષધાદિથી સેવા ન કરવી. (૭) સાધુને કે દીક્ષાર્થીને બળાત્કારે ધર્મભ્રષ્ટ કરવા કે દીક્ષા લેતાં રોક્વા. (૮) મોક્ષમાર્ગની વિપરીત પ્રરૂપણા અને ધર્મ-સાધુ વગેરેની નિંદા વગેરે કરીને લોકોને જૈનશાસનના દ્વેષી બનાવવા.
(૯) કેવળજ્ઞાન છે જ નહીં.’ અથવા ‘કોઈ કેવળી બને જ નહીં.’ વગેરે તીર્થંકરોની કે કેવળજ્ઞાનીઓની નિંદા કરવી.
(૧૦) આચાર્ય, ઉપાધ્યાય વગેરે સાધુવર્ગની નિંદા કરવી.
(૧૧) જ્ઞાનદાન વગેરેથી ઉપકાર કરતાં પોતાના ઉપકારી આચાર્ય, ઉપાધ્યાય, ગુરુ આદિની સેવા-વૈયાવચ્ચ ન કરવી.
(૧૨) વારંવાર નિમિત્તકથનાદિ દ્વારા અધિકરણ (આહાર, ઉપધિ વગેરે)
મેળવવા.
...૧૨૪...
૩૦ પ્રકારના મોહનીયના બંધસ્થાનો