________________
((૨૬) છબ્લીશમી છત્રીશી) ૨૨ પરીષદોને સહન કરનારા.
૧૪ અત્યંતર ગ્રંથીનો ત્યાગ કરનારા. કુલ ૩૬ ગુણોવાળા ગુરુ જય પામો
જી ૨૨ પરીષહો જ કર્મની નિર્જરા માટે સંયમ માર્ગનો ત્યાગ કર્યા વિના સમતાપૂર્વક સહન કરવા યોગ્ય પ્રતિકૂળતાઓ તે પરીષહ કહેવાય છે. તેવા બાવીશ પરીષણો છે. પરીષહને સાંભળી, જાણી અને અભ્યાસથી જીતી લેવા જોઈએ, પણ સંયમનો નાશ થવા ન દેવો. (૧) સુધા :- ભૂખને સહન કરવી, પણ દોષિત આહારને ગ્રહણ કરવો
નહિ તથા મનમાં આર્તધ્યાન ન કરવું. તૃષા :- તરસને સહન કરવી, પણ સચિત્ત પાણી કે મિશ્ર પાણીનો ઉપયોગ કરવો નહીં. શીત:- ઠંડી સહન કરવી, પણ અકથ્ય વસ્ત્રાદિ કે અગ્નિની ઈચ્છા
કરવી નહીં. (૪)
ઉષ્ણ :- ઉનાળામાં ગરમીમાં ચાલવા છતાં છત્રીની, સ્નાનવિલેપનની કે શરીર ઉપર પાણીના ટીપા નાંખવાની ઈચ્છા ન કરવી. દંશ - મચ્છર, જુ, માંકડ, ડાંસ વગેરે ડંખ મારે તો પણ ત્યાંથી ખસી અન્ય સ્થાને જવાની ઈચ્છા ન કરવી. તેમને મારવા નહીં, તેમજ દ્વેષ ન કરવો. અચેલ :- વસ્ત્ર ન મળે, અથવા જીર્ણ મળે તો પણ દીનતા ન કરવી, તેમજ બહુ મૂલ્યવાન વસ્ત્રોની ઈચ્છા ન કરવી, પણ જીર્ણ વસ્ત્ર ધારણ કરવા. અરતિ :- સંયમમાં પ્રતિકૂળતાદિ આવે ત્યારે કંટાળો ન કરવો,
પણ શુભ ભાવના ભાવવી, તેમજ સંયમ છોડવા ઈચ્છા ન કરવી. (૮) સ્ત્રી :- સ્ત્રી સંયમમાર્ગમાં વિદનકર્તા છે. તેથી તેના ઉપર રાગપૂર્વક
દૃષ્ટિ પણ કરવી નહિ. તથા તેના અંગોપાંગ જોવા નહીં. તેનું ધ્યાન ૧૦૮.
૨૨ પરીષહો
(૩).
છે
(6