________________
अथ श्री उपदेश सागर.
मंगलं भगवान वीरं, मंगल गौतमः प्रभु । મગજ સ્થૂમિદ્રથ, નૈન મિસ્તુ મળનું ।। ॥ अथ श्री आणंद श्रावकनुं चरित्र ॥
ત
કાળ તે સમયને વિષે એટલે ચેાથા આશમાં શ્રી મહાવીર ભગવાન્ વિચરતા હતા. તે વખતે શ્રી ચંપા નામે નગરી ઘણીજ વખાણવા અને જોવા લાયક રિદ્ધિ-સિદ્ધિથી ભરપુર હતી. તે નગરીને વધારે શૈાભા આપનાર પૂર્ણ ભદ્ર નામે વન હતું. તે વનમાં પૂર્ણ ભદ્ર નામે યક્ષનુ દેવાલય હતુ. તે ઘણુંજ પ્રસિદ્ધ અને ઇચ્છિત કાર્ય પૂર્ણ કરે એવું હાવાથી દેશ પરદેશથી ઘણાં માણસ ત્યાં આવતાં હતાં.
એક દિવસ તે પૂર્ણભદ્ર વનમાં શ્રી મહાવીર પ્રભુના પાંચમાં ગણધર શ્રી સુધર્મા સ્વામી પધાર્યાં, તેમને જાંબુ નામે શિષ્ય હતા. પ્રસંગે શ્રી જખુ સ્વામીએ શ્રી સુધર્મા સ્વામીને પૂછ્યું કે, હે ગુરુદેવ ! શ્રી ઉપાશક દશાંગ નામે સાતમા અંગમાં શ્રો પ્રભુએ પ્રથમ કાના અધિકાર ફરમાવ્યેા છે? તે કૃપા કરીને મને જણાવો તા સારૂ ! એટલે શ્રી સુધર્મા સ્વામીએ શ્રી જખુને કહ્યું કે, હું ચિર’જીવી જ ! શ્રી ઉપાશક દશાંગ સૂત્રમાં પ્રથમ આણુંદ શ્રાવકના અધિકાર કહ્યો છે, તે સાંભળઃ—