________________
શ્રી ઉપદેશ શતક ચંડાળની આી ત્યાં આવી. અને તેના પતિને પિતે રજવાળા હવાથી રસેઈ કરી નથી માટે કેમ કરવું તે પૂછયું. ચડાવે જવાબ આપે કે, હાલ મારાથી ઘેર આવી શકાય તેમ નથી માટે તારે ખાવાનું મરજી મુજબ કરી લે. સ્ત્રીએ આસપાસ જોયું તે એક મરેલું કુતરૂં પડેલું જોયું. જેથી કૂતરાના શરીરમાંથી માંસ કાઢયું અને તે સ્મશાનભૂમિમાં બળતા મુડજાની ચિતામાં તે માંસને રાંધ્યું. તૈયાર થયું એટલે તે સ્ત્રી ૨૨તામાં જમીન પર પાણી છાંટતી છાંટતી ઘેર ગઈ. આમ પાછું છાંટતી છાંટતી ચંડાળની સ્ત્રીને જતી જોઈ ભાનુ પંડિતે પૂછયું કે,
श्वान मांसं चिता पक्वं, चंडाला च रजस्वला । भानु पृच्छति हे सखे, कस्मात् छिनति छिनमाह २१
ભાવાર્થ –બાઈ ! તું ચંડાલની સ્ત્રી, રજસ્વલા, અને હાથમાં મરેલા કૂતરાનું મડદાની ચિત્તામાં રાંધેલું માંસ લઈ જાય છે, જેથી દરેક રીતે તું અપવિત્ર તે છે જ છતાં રસ્તામાં પાણી છાંટતી છાંટતી જાય છે તેનું શું કારણ? - ચંડાળની સ્ત્રીએ જવાબ આપે કે, श्लोक-गौचरा भूमि हरताच, कन्या विक्रयकारकाः। दत्त दानं प्रदातव्यं, तस्मात् छिन्नंति छिनमहि ॥२२॥
ભાવાર્થ – ભાનુ પંડિત ! ગાયોને ચરવાની છુટી જમીન ઉખેડી નખાવનાર, દીકરીને પૈસે લેનાર, અને ધર્માદા આપેલા ધનને પાછું લેવા હાથ લાંબે કરનાર એ ત્રણ જતના પુરૂષે આ જમીન પર ચાલતા હોવાથી જમીન અપવિત્ર થઈ છે, અને તે ત્રણે આ મારા કાર્ય કરતાં પણ વધારે પાપી છે, અને તેથી જ હું આ અપવિત્ર જમીન પર પાણુ છાંટી પવિત્ર કરી ચાલું છું. મહાત્મા પુરુષના ગુણ જોવા પણ જાતિ નહિ જોવા વિષે. कैवर्ता गर्भ संभूतो, व्यासो नामा महामुनिः। तपस्या ब्राह्मणो जाया, तस्मात् जाति न कारणं २३