________________
શ્રી આણુંદ શ્રાવકનુ વ્યરિત્ર.
૨૩
ધીજ્ઞાન ગૃહસ્થાશ્રમીને ઉત્પન્ન થાય નહીં, માટે તે અસત્ય વચનને લઇ સથારામાં તમને દોષ લાગ્યા, માટે પ્રાયશ્ચિત લ્યા.
આણંદજી—ઢ સ્વામિ ! જૈનધમ પક્ષપાત, રાગ-દ્વેષ અને અજ્ઞાન રહિત છે, અને એ પ્રમાણે પ્રભુના વચન સાચાં માની સાધુ અગર ગૃહસ્થી વતે અને જેવું દેખે તેવું કહે તેનું પ્રાય શ્રિત હોય ?
ગાતમ સ્વામિ—આણુ’દજી ! જેવું જોવામાં આવે તેવુજ કહેવુ' તેનુ પ્રાયશ્ચિત તા ન હોય.
આણંદજી—ડે સ્વામિ ! જો તેમજ હાય તે અસત્ય કહેવા અદલ આપજ પ્રાયશ્ચિત .
આ પ્રમાણે માણજીનુ કહેવુ સાંભળી શ્રી ગૈતમ સ્વામિને શકા ઉત્પન્ન થઈ, અને તે શકાના ખુલાસા શ્રી મહાવીર પ્રભુ પાસે કરવા માટે તુરતજ ત્યાંથી રવાના થઇ પ્રભુ પાસે આવ્યા, અને રસ્તામાં આવતા જતાં લાગેલ પાપની અને લાવેલ આહારની લેાયણા લઈ, પ્રભુને આહાર ખતાન્યે, અને ત્યારબાદ પ્રભુને વ ંદણા નમસ્કાર કરી પૂછ્યું કે, હે ભગવાન! હું આપની આજ્ઞા લઈ વાણીયગામ નગરમાં ગોચરી અર્થે ગયા હતા. ત્યાં આણંદજી શ્રાવકે સથારા કર્યાની વાત સાંભળી તેમને દન કરાવવા ગયા. તે વખતે આણંદજી નમસ્કાર કરી ખેલ્યા કે, હું સ્વામિ ! મને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું છે, તેથી હું પુ, પશ્ચિમ, દક્ષિણે પાંચસે લેજન સુધી; ઉત્તરે ચુલહેમવંત પર્યંત સુધી; ઉંચે પહેલા દેવલાક સુધી; અને નીચે પહેલી નરક સુધી દેખું છું, જેથી મેં કહ્યું કે, ગૃહસ્થીને એટલુ બધું અવધીજ્ઞાન ન હોય, માટે તમે જે અસત્ય મેલ્યા તેનું પ્રાયશ્ચિત ત્ચા, આણંદજીએ કહ્યુ` કે, જો સત્યનુ પ્રાયશ્ચિત લેવાતું હોય તેા હ લ', નહિ તે આાપજ લ્યા; માટે કાણ પ્રાયશ્ચિત લે ?
પ્રભુએ કહ્યું કે, હું ગતમ! આણુંદ શ્રાવકે જે કહ્યું, તે સત્ય છે, માટે તમે પ્રાયશ્ચિત લ્યે, અને આણંદ શ્રાવક પાસે