________________
અથ શ્રી ઉતરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનનો ભાવાર્થ. ૨૨૧ વાનું ચૂકવું ન જોઈએ. (૨૩) | ભાવાર્થ –આ રીતે શિક્ષા ગ્રહણ કરીને જે કંઈ ગૃહવાસમાં ( ગૃહસ્થાશ્રમમાં) રહીને પણ સુવ્રત પાળે છે તે ઔદ્યારિક શરીર છાંડીને યક્ષ લોકમાં જાય છે. (૨૪)
ભાવાર્થ-પિતાના આત્માને સંવરે કરીને વશ રાખનાર સાધુ બેમાંથી એક ગતિને પ્રાપ્ત થાય છે, કાંતે સર્વ કર્મને ક્ષય કરીને તે સિદ્ધ થાય છે ( મેક્ષે જાય છે ); અથવા ( જુજ કમ બાકી રહ્યાં હોયતે ) મહા રિદ્ધિવાન દેવતા થાય છે. (૨૫)
ભાવાર્થ –અનુત્તર વિમાન જ્યાં મેહની કર્મ રહેલાં નથી, જે જ્યોતિ (તેજ) થી ભરપૂર છે, જયાં યશસ્વી દેવતાઓને વાસ છે, તેઓ દીર્ધાયુષી, રિદ્ધિવંત, સમૃદ્ધિવાન, અતિ તેજવી છે, જેઓ નવાં નવાં રૂપ ધારણ કરીને સુખ ભોગવે છે, તત્કાળ ઉપજ્યા હોય એવું [ તરતના જન્મેલા બાળકના જેવું ] જેનું સ્વરૂપ છે, જેની અનેક સૂર્યના જેવી કાન્તિ છે; એવા દેવકને વિષે હરકોઈ ત્યાગી અથવા ગૃહસ્થ, જેણે બારે ભેદે તપ અને સત્તરે ભેદે સંયમ પાળે હોય અને પોતાના આત્માને વશ રાખ્યું હોય, તે જઈ શકે છે. ( ૨૬-૨૭–૨૮ )
| ભાવાર્થ –જે પુજ્ય સાધુ પુરૂષે પિતાના આત્માને વશ રાખે છે અને દઢ સંયમ પાળનારા છે તેમની પાસેથી આ (બંધ) સાંભળ્યા પછી, બહુ શ્રુત અને શીલવંત પુરૂષો મરણ કાળે ભય પામતા નથી. (૨૯)
ભાવાર્થ –બુદ્ધિવાન પુરૂષ ( બન્ને પ્રકારના મરણનું ) તેલ ( પરીક્ષા ) કરીને અને ( સકામ અને અકામ મરણ ) બેમાંથી વધારે સારું હોય તે પસંદ કરીને, દયા, ધર્મ, ક્ષમાદિ આદરે તે તે ( મરણકાળે ) પિતાના આત્માને શાન્ત અને ક્ષમાશીલ રાખી શકે છે. (૩૦).
ભાવાર્થમરણ કાળ પ્રાપ્ત થાય ત્યારે શ્રદ્ધાવંત સાધુએ પિતાના ગુરૂની સમીપે મરણ–ભયને ત્યાગીને ( હર્ષ-શેક તજીને ) શરીર ત્યાગ (દેહ-ક્ષય) ને ઈચ્છ. (૩૧)