________________
૨૦૦
થી ઉપદેશ સાગર, બાર પ્રકારના તપથી આ આત્મા જે પરોઢિય , તેને સારા માર્ગમાં લઈ જે.” જેમ દુવિનીત અશ્વ અથવા વૃષભ ચાબુક વડે ઉન્માર્ગથી સારે રસ્તે લઈ જવાય છે, તેવી રીતે આ આત્માને પણ જાણવું. તેમજ મનમાં એમ ચિંતવવું કે, “હું અન્ય લેકેથી બંધન જે બે વિગેરેથી અને વધુ જે લાકડી તથા અંકુશ વિગેરેના મારથી દમન કરેલ ન થઉં.” અર્થાત્ બીજા પુરૂષે જે મને તાડન, તિરસ્કારથી દમન કરશે, તે મહારૂં શ્રેય (કલ્યાણ) નથી. આવી શિક્ષાથી આત્માને વશ્ય કર. [૧૬]
ભાવાર્થ-વિનીત શિષ્ય લેકેની સમક્ષ અથવા એકાંતમાં કેઈ વખતે ગુરૂને વચનથી પણ શત્રુભાવ એટલે “તમે શું જાણે છે?” એ તિરસ્કાર અને ક્રિયાથી એટલે ગુરુના સંથારાનું ઉલ્લંઘન અથવા ચરણના સંઘટ્ટનથી અવિનય નજ કર. શાસ્ત્રમાં કહ્યું છે કે-શત્રુના ગુણ ગ્રહણ કરવા, પણ ગુરૂના અવગુણ ન પ્રકાશવા. [ ૧૭ ] | ભાવાર્થ-વિનીત શિષ્ય ગુરૂની પડખે ન બેસવું. “કારણ કે, તેમ બેસવાથી ગુરૂની સાથે એક પંક્તિ થતાં સમાનપણું થાય છે.” ગુરૂની આગળ પણ ન બેસવું. “ કારણ કે, તેમ બેસવાથી વંદના કરનાર પુરૂષને ગુરૂનું મુખ જોઈ શકાતું નથી, ગુરૂની પાછળ પણ ન બેસવું “ કારણ કે, તેમ બેસવાથી ગુરૂ તથા શિષ્ય એ બન્નેનું મુખ સાથે જોવામાં આવે તેથી રસ ભંગ થાય છે.” ગુરૂની સાથળ સાથે સાથળને સંઘટે કર નહિ. “કારણ કે, અતિ સ્પર્શથી અવિનય થાય છે. તેમજ ગુરૂનું વચન સૂતાં અથવા બેસતાં સાંભળવું નહી. અર્થાત્ જ્યારે ગુરૂ કાંઈ કહે, ત્યારે સૂતાં કે બેસતાં “અમે આમ કરીશું” એ પ્રત્યુત્તર આપ નહી, પણ પોતે જાતે ઉઠી ગુરૂની પાસે આવી તેમનું વચન સાંભળવું. (૧૮).
ભાવાર્થ-વિનીત શિષ્ય ગુરૂની પાસે પગ ઉપર પગ ચઢાવીને, પગની જેઘાને વસ્ત્ર વીંટીને અથવા બે હાથથી શરીરને બંધન કરીને અને ગુરૂની સામા પગ લાંબા કરીને બેસવું નહીં. (૧૯).