________________
શ્રી સંજતી ચરિત્ર.
૧૧૯ ખુશીથી ઉપર આવી તારા મનની વાત જણાવ. સાથી નગરશેઠની પુત્રી બાળક સાથે રાજ્યમહેલમાં ગઇ, અને વિનય સહિત રાજા પાસે જઈ ઉભી રહી. રાજાએ પૂછયું કે, હે બેન! આમને ક્રીડા કરતા જે તને કેમ હસવું આવ્યું એ બાબત જાણવાની મારી તીવ્ર ઈરછા છે. માટે એ બીના જણાવ્યા બાદ તાર જ્યાં જવું પડ્યું ત્યાં જ - ધનવંતીએ કહ્યું કે, હે રાજ! સાંભળે. હાલ કહેવા જેટલી બીના છે, તે કહું છું અને બાકીની વખત આવે કહીશ. હું સાર ઘેસ્થી આ ત્રણ માસના બાળકને લઈ મારા સાસરે જઉં છું. સાથે માણસે વોઈ અધવ છતાં સતામાં હું પ્રાણત્યાગ કરીશ. મારે પુત્ર જીવતા રહેશે. હું મળીને આ આપના નગરમાંજ દરવાજા બહાર ભુંડણીના પટે અવતાર લઈશ. મને આળખવાની નીશાની તરીકે મારા કાળમાં ઘણું તીલક હશે. ત્યાં તમે આવશે એટલે બાકીની બીના જણાવીશ. એમ કહી તે પુત્રી ચાલતી થઈ જાએ તેની સાથે ઘણાં માણસે સંભાળથી ઘેર પહોંચાડવા મેકલ્યા પરંતુ દેવગે રસ્તામાં બે સાં. લડતા હતા તેમાં તે પુત્રી કચરાઈને મરણ પામી છોકરે બચી ગયે. પ્રખનને તથા શેઠને ખબર પડતાં તે ત્યાં આવી પહોંચ્યા અને તે બાઈના શબને અગ્નિ સંસ્કાર કર્યો. રાજાને આ વાતની ખબર પડતાં તે બાઈની વાત તે સત્ય માની અને ભુંડણને પેટે અવતાર લીધા પછી બાકીની વાત સાંભળવા તત્પર થઈ રહ્યો. ત્રણ ચાર માસ વિત્યા બાદ હવે ભુંડણને પેટે અવતાર લીધે હશે જાણું રાજા હાથમાં ધનુષ્ય લઈ દરવાજા બહાર બતાવેલ ઠેકાણે ગયા, અને જોયું તે ભંડાણને પાંચ-સાત બચ્ચા આવ્યા હતા. રાજાને જેઇ સર્વ બરચા નાસવા લાગ્યા, પરંતુ સફેદ તીલકવાળું બચું ઉભું , અને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન થવાથી નખકે લખીને રાજાને જણાવ્યું કે, હે રાજન ! અહીં મારું તેર દિવસનું આયુષ્ય છે, પછે હું આ જંગલમાં હરણીના પેટે અવતાર લઈશ. ત્યાં તું આજે, એટલે બધી વાત કરીશ.