________________
૧૦૨
| શ્રી ઉપદેશ સાગર. भो दारिद्रय नमस्तुभ्यं, सिद्धोहंतच दर्शनात् ; अहंसर्व प्रपश्यामि, नमां पश्यति कश्चन ॥ ८॥ | ભાવાર્થ-હારિદ્ધિ માણસ કહે છે કે, જે યોગ સાધીને સિદ્ધ થયા તે પણ નજરે દેખાય છે, જે આંખોમાં અંજન કરી અદ્રશ્ય થયા એવા સિદ્ધ તે પણ કઈ પ્રાગથી પ્રગટ નજરે દેખાય છે, પરંતુ જેને રૂંવાડે રૂંવાડે દારિદ્રય પ્રગટ થયું છે, એવા દરિદ્ર પુરૂષને કઈ દાતાર પાસે બેઠો હેય પણ દેખી શકતે નથી. તે માટે દારિદ્રિ કહે છે કે, હે દારિદ્રય! તને નમસ્કાર છે. કેમકે હું તારા દર્શનથી સિદ્ધ પુરુષ થયે છું તેથી હું તે સર્વને દેખું છું પણ મને દારિદ્ધિને કોઈ પણ દેખતું નથી. વળી કહ્યું છે કે, श्लोक-पुत्ताय सीसाय समं विभत्ता,
रीसाय देवाय समं विभत्ता; मुखा तिरिक्खाय समं विभत्ता,
मुया दरिद्राय समं विभत्ता ॥ ८१ ॥ ભાવાર્થ –પુત્ર અને શિષ્ય એ બન્ને બરાબર જાણવા, કવિ અને દેવ એ બને બરાબર જાણવા, મૂર્ખ અને તિર્યંચ એ બને બરાબર જાણવા. તેમજ મુએલ અને દારિદ્ધિ એ બન્ને પણ બરાબર જાણવા, કેમકે તેમની પાસે કઈ બેસી શકતું નથી.
લઘુતા વિષે. गाथा-तणलहुयं तूसलहुयं,
तिण तुसलहुयं च पथ्थणालहुयं; तत्तोपि सो लहुओ, पथ्थण भंगो कओजेण ॥ ८२॥