________________
આ પ્રમાણે સદરહુ ગ્રંથ પૂર્ણ થયા બાદ શ્રી મણિચંદ્ર મુનિની રચેલી અધ્યાત્મરસથી પરિપૂર્ણ પાંચ સજઝાયો અર્થ સાથે આપી છે, અને ત્યારપછી બીજા પાંચ પડ્યો પણ બહુ ઉપયોગી અર્થ સાથે આપ્યા છે.
આ બુકનું મેટર તૈયાર થયા પછી તપાસીને છાપવા આપવામાં તેમજ પ્રફ વિગેરે તપાસવામાં અને સુધારો વધારો કરવામાં તથા પ્રાંતે આપેલા દશ પદ્યોના અર્થ લખવામાં મેં બની શકતો પ્રયાસ કર્યો છે. તે અર્થ લખવામાં છદ્મસ્થપણાને લઈને જે ખળની થઈ હોય તેને માટે સુત્ત જનોની ક્ષમા યાચું છું અને મને લખી મોકલવા પ્રાર્થના કરું છું.
શાંતસુધારસ ગ્રંથ એવો અપૂર્વ છે કે તેને માટે જેટલી પ્રશંસા લખીએ તેટલી થેડી છે. એમાં નામ પ્રમાણેના જ ગુણ છે અને લક્ષ પૂર્વક વાંચનાર અવશ્ય ઉપશમભાવને પામે એ સંભવ છે. આ ગ્રંથ ઉપર ૫. ગંભીરવિજયજી મહારાજે ટીકા રચેલી છે અને તે છપાયેલી પણ છે.
આ બુક છપાવવામાં ગુરુણીજી લાભશ્રીજીના સદુપદેશથી જે જે શ્રાવિકાઓએ આર્થિક સહાય આપી છે તેનું લિસ્ટ પણ આ સાથે આપવામાં આવ્યું છે. તે સહાયકોનો આભાર માનીએ છીએ.
આ પ્રસંગે ગુરુજી લાભશ્રીજી પિતાના પરમોપગારી ગુસણુજી ગુલાબશ્રીજી વિગેરેનું પણ સમરણ કરે છે અને એમના પ્રસાદથી જ પોતે આ શુભ પ્રયાસ કરી શક્યા છે એમ માની તેમનો અંતઃકરણથી આભાર માને છે.
સં. ૧૯૯૫ માર્ગશીર્ષ શુદિ ૧૧
કુંવરજી આણંદજી
. ભાવનગર.