________________
પ્રસ્તાવના
આ શાંત સુધારસ ગ્રંથ ખરેખરા ગુણનિષ્પન્ન નામવાળો છે અને ભવ્યજનોના અંતઃકરણમાં અમૃતની વૃષ્ટિ કરીને તેને નવપલ્લવ બનાવે તેવું છે. આ ગ્રંથમાં કર્તા શ્રીમદ્દ વિનયવિજયજી ઉપાધ્યાય છે, કે જેઓ જેનસમુદાયમાં પર્યુષણ પર્વમાં સર્વત્ર વંચાતી તેમની કરેલી કલ્પસૂત્ર ઉપરની સુબોધિકા ટીકાના રચનાર હોવાથી સુપ્રસિદ્ધ છે. એઓ સાહેબ શ્રી સિદ્ધહેમશબ્દાનુશાસન ઉપરથી અલ્પમતિ જીવોના હિતને માટે હેમલઘુપ્રક્રિયા( વ્યાકરણ)ના રચનારા છે અને તેની ઉપર તેમણે પોતે જ ૩૫૦૦૦ લેપ્રમાણુ ટીકા રચેલી છે. એ ઉપાધ્યાય અપૂર્વ વિદ્વત્તા ધરાવનારા હતા, ત્યારે અનુગમાં પ્રવીણ હતા, તેમની દ્રવ્યાનુયોગ અને ગણિતાનુયેગમ: પ્રવીણતા લોકપ્રકાશ નામને તેમનો કરેલો ગ્રંથ બતાવી આપે છે. એ ગ્રંથ પણ ૨૦૦૦૦ લેકપ્રમાણ અનુષ્ટ્રપ વૃત્તમાં બનાવેલ છે. આ શાંતસુધારસ ગ્રંથમાં અનિત્યાદિક બાર અને મિથ્યાદિક ચાર મળી ૧૬ ભાવનાના ૧૬ પ્રકાશ (પ્રસ્તાવ) છે, તે દરેક જુદી જુદી ઢાળમાં (દેશી રાગમાં) બનાવેલા છે. સંસ્કૃત ભાષામાં એવી ઢાળબંધ રચના કરવી અને તેમાં સંધિ, વિભક્તિ, પ્રત્યય કે સમાસાદિકને પણ દોષ આવવા ન દેવ એ તેમના સંસ્કૃત ભાષાના પૂર્ણ પરિસાનને બતાવી આપે છે, પરંતુ સંસ્કૃત ભાષામાં વ્યાકરણ બનાવનાર અને તેની ઉપર પજ્ઞ ૩૫૦૦૦ કપ્રમાણ ટીકા બનાવનારને એ ભાષા ઉપર એ પ્રબળ કાબૂ હેવાનું સંભવિત જ છે. આ દેશી રાગરાગણીવાળો જૈનસાહિત્યમાં આ એક જ ગ્રંથ છે.
આ ગ્રંથ સંવત ૧૭૨૩ માં ખંભાત પાસે આવેલા ગાંધાર નગરમાં શ્રી વિજયપ્રભસૂરિના શાસનમાં કર્તાએ રચેલો છે. ન્યાયશાસ્ત્રવિશારદ ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજના એઓ સમકાલીન