________________
(૨૧૨) છે. તેમના વચનાનુસાર મેં અહીં સંક્ષેપમાં યમના ચાર પ્રકાર સમજાવ્યા છે કે જેને અંતે આ જીવ સાચો સાધક બની મેક્ષસુખને મેળવી શકે છે. આ પ્રસંગમાં ઘણું કહી શકાય તેમ છે, કારણ કે યમના વેગનો વિષય ઘણે ગંભીર છે. અનેક ભવ્ય જીવો તેનું આરાધન કરીને સંસારસમુદ્રના પારને પામી ગયા છે. ૫.
સઝાય ૪ થી
(રાગ કેદારે.) કેઈએ કીનહી કે કાજ ન આવે, મૂઢ મેહે વેળા ગાવે રે શબ્દરૂપરસધફરસાવે, શુભાશુભે સુખદુઃખ પાવે રે,
કેઈએ. ૧ અર્થ–આ જગતના અન્ય જીવ કે પદાર્થો કોઈ કોઈને કામ આવતા નથી, છતાં આ જીવ મેહમાં મુંઝાઈને તેમાં પેતાને કાળ–અમૂલ્ય મનુષ્ય જન્મનો સમય ગુમાવે છે–નકામો વ્યય કરે છે. વળી પુદુગળના શબ્દ, રૂપ, રસ, ગંધ અને સ્પર્શ એ પાંચ પ્રકારના શુભ અને અશુભની પ્રાપ્તિ થાય છે ત્યારે શુભની પ્રાપ્તિથી સુખ માને છે અને અશુભની પ્રાપ્તિથી દુઃખ માને છે, પરંતુ એ બને તે કર્મના ઉદયરૂપ પુણ્ય પાપના પરિણામ છે. તેને યથાર્થ પણે સમજતો નથી; જે યથાર્થ પણે સમજે તો તેમાં સુખદુઃખ માનવાપણું જ નથી. ૧ જડસ્વભાવમે ચેતન મુંઝયો,યથાસ્થિત ભાવના બુઝરે; તેરી મેરી કરત અલ્ઝયો, શાંતરસ ભાવ ન સૂઝયો રે.
કેઈએ. ૨ અર્થ–આ ( અજ્ઞાની) ચેતન(આત્મા જ) સ્વભાવમાં